– પનીર સબ્જી રોલ, લિલવા કચોરી, કાઠયાવાડી ખીચડી-કઢી, રાજભોગ શ્રીખંડ, ઘુઘરા વગેરેનો સ્વાદ માણશે
10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ગઇકાલે ઉદઘાટન થવા જઇ રહ્યું છે. આ સમિટ 10થી 12 જાન્યુઆરી સુધી યોજાશે. મહેમાનોની સુરક્ષાથી લઇને ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતી કલ્ચરથી મહેમાનોને અવગત કરાવા માટે ખાસ રેસિપી તૈયાર કરવામાં આવી રહી છે. સમિટમાં આવેલા મહેમાનો માટે સમગ્ર રીતે શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં કોઇપણ માંસાહારી ભોજન પીરસવામાં આવશએ નહીં.
- Advertisement -
જણાવી દઇએ કે, મેગા ઇવેન્ટની થીમ “ગેટ વે ટુ ધી ફ્યુચર” છે. આ સમિટમાં 34 ભાગીદારી દેશો અને 16 ભાગીદારી સંગઠનો ભાગ લઇ રહ્યા છે. આ સિવાય 136 દેશોના રાજનૈતિક, કારોબારી મંત્રીઓ સામેલ થશે. સમિટમાં માઇક્રોસોફ્ટ, નેસ્ડૈલ, ગુગલ, સૂઝુકી જેવી કેટલીય મોટી કંપનીના સીઇઓ સામેલ થશે. ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને નટરાજન ચંદ્રશેખર જેવા ભારતીય ઉદ્યોગપતિઓ સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્રણ દિવસીય પ્રવાસ પર ગુજરાત આવ્યા છે. જ્યાં મહેમાનોને ગુજરાતી અને ભારતીય વ્યંજન પીરસવામાં આવશે. બધા મહેમાનોને શુદ્ધ શાકાહારીની સાથે-સાથે મિલેટની વાનગીઓ પિરસવામાં આવશે.
UAEના રાષ્ટ્રપતિ આજે શુદ્ધ શાકાહારી ભોજનનો સ્વાદ માણશે
આજે રાત્રે ડિનરમાં વડાપ્રધાન મોદીની સાથે-સાથે યૂએઇના રાષ્ટ્રપતિને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. જેમાં અનાર અમૃત, મેડિટેરેનિયન સૈમ્પલર, જુવાર અને બાદમનો શોરબા, ફુદીના બ્રોકોલી, પનીર સબ્જી રોલ, લિલવા કચોરી, તવા પનીર મસાલા, ભરવાન ગુચ્ચી, ભિંડા બાકર, રવૈયા બટેટાનું શાક, લવિગ ભાટ રેસિપિ પીરસવામાં આવશે. તેમજ 4 પ્રકારની મિઠાઇમાં અંજીર અને અખરોટ બાજરાનો હલવો, કેસરી શબનમ રસમલાઇ અને બાકલાવાની સાથે તાજા ફ્રુટ, ચા અને કોફી સામેલ થશે. આ સિવાય, ડિનરમાં વેલકમ ડ્રિંકથી લઇને ખમણ, ખાંડવી, રાજભોગ શ્રીખંડ વગેરે પીરસવામાં આવશે. તેમજ નમકીનમાં ઘુઘરા અને નાચોસ પીરસવામાં આવશે.
- Advertisement -
રૂ. 4,000 ની ભારતીય થાળી પીરસવામાં આવશે
આજે બપોરના ભોજનના મેનુમાં નેરે અદલજ, ત્રિપોલી મિર્ચ બટેટા, પનીર લોંગ લતા, અવધી દાલ, સબ્જ દમ બિરયાની, સ્ટીમ્ડ બાસમતી રાઇઝ છે. ખાસ બે ફળોની મીઠાઇ પીરસવામાં આવશે. ફોક્સટેલ- કેરી-લીચી, ચીકુ, અને પિસ્તાનો હલવાની સાથે-સાથે વિદેશી મૌસમી ફળો અને જાંબુનો કાર્ડ મેનુમાં સમાવેશ થાય છે. રાજ્ય સરકાર વિશેષ રૂપથી ગોલ્ડન કાર્ડ હોલ્ડર્સ માટે ‘વાઇબ્રેન્ટ ભારતીય થાળી’ પીરસવામાં આવશે, જેમની કિંમત લગભગ રૂ. 4,000 છે.
કાઠયાવાડી ભોજન ખીચડી-કઢી પીરસવામાં આવશે
મહેમાનોને મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પહેલા દિવસે બપોરના ભોજનમાં ભારતનો સ્વાદ ચાખવા મળશે. આ થાળીમાં વિવિધ પ્રકારના ભારતીય સ્વાદ સામેલ કરવામાં આવશે. સાંજના મહેમાનોને સ્થાનીક વ્યંજનનો સ્વાદ માણવા મળશે. જેમાં પારંપરિક ગુજરાતી ભોજન ખીચડી-કઢી ખાવા મળશે. 11 જાન્યુઆરીના સ્થાનીક બાજરા આધારિત વાનગી પીરસવામાં આવશે.
આ દેશો મહેમાન સામેલ થશે
આ સંમેલ્લનમાં ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, માલ્ટા, ચેક ગણરાજ્ય, મિસ્ત્ર, વિયતનામ, બાંગ્લાદેશ, ઘાના, જાપાન, મલેશિયા, રશિયા, મોરક્કો, નેપાળ, યુગાંડા, નોર્વે, પોલેન્ડ, મોજામ્બિક, બોત્સવાના, દક્ષિણ કોરિયા, ફિનલેન્ડ, સાઉદી અરબ, થાઇલેન્ડ, એસ્ટોનિયા, કઝાકિસ્તાન, તંજાનિયા, પૂર્વી તિમોર, નેધરલેન્ડ, કેન્યા, ઉઝબેકિસ્તાન, સંયુક્ત આરબ અમીરાત, ઉરૂગ્વે, જર્મની, ઇન્ડોનશિયા, યૂકે અને રવાન્ડાનો સમાવેશ થાય છે.