વૃધ્ધો પાસેથી રોકડ અને ઘરેણાં લૂંટી જતા પોલીસ તપાસ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર સુપ્રસિધ્ધ તરણેતર મેળામાં વૃધ્ધો લૂંટાયા હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં બે વૃધ્ધોને કોઈ ઝેરી પદાર્થ સુંઘાડી વૃધ્ધ બેભાન થતા રોકડ અને ઘરેણા લઈ ગઠિયા પલાયન થયા હતા.
આ અંગે જમવા મળતી વિગતો અનુસાર થાનગઢના તરણેતર મેળામાં જે પ્રકારે રાજ્યભરમાંથી લોકો મેળાની મુલાકાતે આવે છે તેની સાથે ચોર અને ગઠિયાઓને આ પ્રકારની ભીડભાળ વળી જગ્યા ચોરી કરવા માટે વધુ અનુકૂળ રહે છે તેવામાં તરણેતર મેળા ખાતે આવેલા દ્વારકા જિલ્લાના મેવાડા ગામના દેવાભાઈ રાજશીભાઇ વરવારિયા ઉમર: 65 વર્ષ વાળા તથા પાટણ જિલ્લાના દાતીસણ ગામના કાનાભાઈ રામુભાઇ ભરવાડ અચાનક બેભાન થયા હતા અને બાદમાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડતા વૃધ્ધો ભાનમાં આવતા તેઓની પાસે રોકડ રૂપિયા અને સોનાના આભૂષણો ગાયબ થયા હતા જેથી વૃધ્ધો લૂંટાયા હોવાની જાણ થતા ગઠિયા દ્વારા કરેલી કરતૂત અંગે પોલીસને જાણ કરતા ગઠિયાની શોધખોળ આદરી હતી.



