ઈન્ડિયન ઓઈલે દવા ઈન્ડિયા સાથે કર્યા કરાર
ખાસ-ખબર સંવાદદાતા
પેટ્રોલ પંપ પર હવે પેટ્રોલ-ડિઝલની સાથે સાથે સસ્તી દવા પણ મળશે. ઈન્ડીયન ઓઈલે ‘દવા ઈન્ડીયા’ સાથે સમજૂતી કરી છે, આ સમજુતી અંતર્ગત ‘દવા ઈન્ડીયા ઈન્ડિયા જેનરીક ફાર્મસી લીમીટેડ’ રાજધાની દિલ્હી અને હરિયાણામાં ઈન્ડીયન ઓઈલના પેટ્રોલ પંપ પર પોતાના આઉટલેટ ખોલશે, બાદમાં દેશના અન્ય ભાગોમાં પણ તેનો વિસ્તાર કરવામાં આવશે. આ કડીમાં મશહુર ક્રિકેટ ખેલાડી અને ‘દવા ઈન્ડીયા’ ના બ્રાન્ડ એમ્બેસેડર કપીલદેવે ઈન્ડીયન ઓઈલના રાજધાનીના સાકેત સ્થિત પેટ્રોલ પંપ પર કંપનીના પહેલા આઉટલેટનું ઉદઘાટન કર્યું છે. ઈન્ડીયન ઓઈલનું કહેવું છે કે રાજધાનીમાં એક ડઝન અને પેટ્રોલ પંપો પર દવા કંપનીના આઉટલેટ ખોલવામાં આવશે, જયાં જેનેરિક દવાઓ મળશે.


