લુઈસવિલેના મુહમ્મદ અલી ઈન્ટરનેશનલ એરપોર્ટથી હોનોલુલુ માટે રવાના થઈ રહ્યું હતું ત્યારે સાંજે લગભગ 5:15 વાગ્યે પ્લેન ક્રેશ થયું હતું
અમેરિકાના કેન્ટીકમાં લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે (4 નવેમ્બર) સાંજે 5 વાગ્યે ટેકઑફ કર્યા પછી તરત જ એક UPS કાર્ગો પ્લેન ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતમાં અનેક ઘર બળીને ખાખ થઈ ગયા છે.
- Advertisement -
7 ના મોત, 11 ઈજાગ્રસ્ત થયા
આ ઘટના બાદ અધિકારીઓએ એરપોર્ટ બંધ કરી દીધું હતું અને નજીકના રહેવાસીઓને શેલ્ટર-ઇન-પ્લેસનો આદેશ આપ્યો છે. અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને 11થી વધુ ઈજાગ્રસ્તની માહિતી સામે આવી છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, આ આંકડો હજુ વધી શકે છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું હતું કે, UPS ફ્લાઇટ 2976 જે એક મેકડૉનેલ ડગલસ એમડી-11એફ વિમાન હતું અને હોનોલુલુ માટે રવાના થયું હતું. સ્થાનિક સમયાનુસાર સાંજે 5:15 ઉડાન ભર્યાની થોડી જ મિનિટ બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ એરપોર્ટ યુપીએસ વર્લ્ડપોર્ટનું ઘર છે, જે કંપનીના એર કાર્ગો સંચાલનનું વૈશ્વિક સેન્ટર અને દુનિયાનું સૌથી મોટું પેકેજ હેન્ડલિંગ સુવિધા કેન્દ્ર છે.
- Advertisement -
વધી શકે છે મૃત્યુઆંક
કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે, લુઇસવિલેમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 7લોકોના મોત થયા છે અને 11 ઈજાગ્રસ્ત થયા છે. તેમણે ચેતવણી આપી હતી કે બચાવ પ્રયાસો હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
વિમાનમાં મોટી સંખ્યામાં ઇંધણ હોવાના કારણે લાગી આગ
લુઇસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે, વિમાનમાં મોટી માત્રામાં જેટ ઇંધણ હોવાને કારણે આગ લાગી હતી. ગ્રીનબર્ગે એક મીડિયાને જણાવ્યું હતું કે, ‘હું સમજું છું કે વિમાનમાં આશરે 280,000 ગેલન ઇંધણ હતું. જે અનેક પ્રકારે ચિંતાનું એક ગંભીર કારણ છે.’
આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં એરપોર્ટની દક્ષિણે ફર્ન વેલી અને ગ્રેડ લેન પાસે કાળો ધુમાડો જોવા મળી રહ્યો હતો. ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે.
રાહત અને બચાવ કામગીરી શરૂ
કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે ઘટના વિશે માહિતી આપતાં X પર જણાવ્યું હતું કે, ‘કેન્ટકી, અમને લુઇસવિલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનાના અહેવાલો મળ્યા છે. બચાવ ટીમો પહેલાથી જ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અમે માહિતી ઉપલબ્ધ થતાંની સાથે જ શેર કરવામાં આવશે. કૃપા કરીને પાઇલટ્સ, ક્રૂ અને અસરગ્રસ્ત દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરો. અમે ટૂંક સમયમાં વધુ માહિતી શેર કરીશું.’
સ્થાનિક મીડિયાએ એરપોર્ટ અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં યુપીએસ એરલાઇન્સનું કાર્ગો વિમાન સામેલ હતું, જે એરપોર્ટ પરિસરમાં કંપનીના વિશાળ લોજિસ્ટિક્સ સેન્ટરમાંથી કાર્યરત અનેક વિમાનોમાંથી એક હતું. ફ્લાઇટ રડાર 24 ના ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે, N259UP તરીકે નોંધાયેલ વિમાન – લુઇસવિલેથી સાંજે 5:10 વાગ્યે ઉડાન ભરી હતી અને રડારથી ગાયબ થતાં પહેલાં થોડા સમય માટે ઉડાન ભરી હતી.
FAA અકસ્માતની તપાસ કરશે.
ફ્લાઇટ રડાર 24 ના ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે ફ્લાઇટ (નોંધાયેલ N259UP) લુઇસવિલેથી સાંજે 5:10 વાગ્યે ઉડાન ભરી હતી અને રડારથી ગાયબ થાય તે પહેલાં થોડી વારમાં ઉપર તરફ આગળ વધી રહી હતી. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ જાહેરાત કરી હતી કે તેઓ અકસ્માતના કારણની તપાસ કરશે.




