બ્રિટનમાં 3,200 કરતાં વધુ અને જર્મનીમાં પણ લગભગ 4,500 લોકોનાં મોત થયાં હતાં
વિશ્વ આરોગ્ય સંગઠન (ઠઇંઘ)ના યુરોપના ક્ષેત્રિય નિર્દેશક ડો. હંસ હેનલી ક્લૂઝે સોમવારે દાવો કર્યો હતો કે આ વર્ષે યુરોપમાં ગરમીને કારણે ઓછામાં ઓછામાં 15 હજાર લોકોનાં મોત થયા હતા. ક્લૂઝે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હજુ સુધીમાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર આ અનુમાન છે કે 2022માં ખાસ કરીને ગરમીને કારણે ઓછામાં ઓછા 15 હજાર લોકોનાં મોત થયા હતા. જેમાં સ્પેનમાં લગભગ 4,000, પોર્ટુગલમાં 1,000 કરતા વધારે, બ્રિટનમાં 3,200 કરતા વધુ અને જર્મીના પણ લગભગ 4,500 લોકોનાં મોત થયા હતા. ઠઇંઘના ક્ષેત્રિય નિર્દેશકે કહ્યું હતું કે આ અનુમાન છે અને આંકડામાં વધારો થવાની અપેક્ષા છે કારણ કે મોટાભાગના દેશોમાં ગરમીને કારણે વધારે મોતના રિપોર્ટ નોંધાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, દા.ત. ફ્રાન્સની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇકોનોમિક સ્ટડીઝે જણાવ્યું હતું કે 2019માં (કોવિડ-19 મહામારી પહેલાંનું અંતિમ વર્ષ)આ સમયગાળાની તુલનામાં એક જૂન 22 ઓગસ્ટ 2022 વચ્ચે 11,000થી વધુ મોત થયા હતાં.
- Advertisement -
યુરોપ સૌથી ઝડપી ગરમ થનારું ક્ષેત્ર
રિપોર્ટ યુરોપમાં તાપમાન 1961-2021ની તુલનામાં ખૂબ ગરમ થઈ ગયું છે કારણ કે, અહીં દર દાયકામાં લગભગ 0.5 ડિગ્રી સેલ્સિયસના દરે તાપમાન વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (ડબ્લ્યૂએમઓ) દ્વારા આ સપ્તાહે પ્રસિદ્ધ કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, આ સૌથી વધારે ઝડપે ગરમ થનારું ક્ષેત્ર છે. છેલ્લા 50 વર્ષમાં યુરોપ ક્ષેત્રમાં વધારે પડતા તાપમાનને કારણે 1,48,000 કરતા વધારે લોકોનાં જીવ ગયા છે. માત્ર એક વર્ષમાં ઓછામાં ઓછા 15 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.