- મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી મૃતકને રૂ.4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50,000ની જાહેરાત કરી છે.
- વડાપ્રધાન મોદીએ સંવેદના વ્યક્ત કરી
મોરબીના હળવદ ખાતે આવેલા મીઠાંના એક કારખાનામાં દિવાલ ધરાશાયી થતા 30 જેટલાં શ્રમિકો દટાયાની આશંકા સેવાઇ રહી છે.
- Advertisement -
હળવદ GIDCમાં સાગર સોલ્ટ નામના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. હાલમાં JCB દ્વારા દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ત્યારે આ ઘટનાને લઇને તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવદ જવા રવાના થયા છે. આજના તમામ કાર્યક્રમ રદ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવદ જવા રવાના થઇ ગયા છે. આ સાથે મંત્રી બ્રિજેશ મેરજા અને મુખ્યમંત્રીના અગ્રસચિવ કે.કૈલાશનાથન પણ મોરબી જશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદ ખાતેં GIDC માં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. pic.twitter.com/OWXbi0oE7d
- Advertisement -
— CMO Gujarat (@CMOGuj) May 18, 2022
અસંખ્ય મજૂરો જમવા ગયા હતા નહીં તો….
મળતી માહિતી મુજબ, દિવાલ નજીક મીઠાનો સટો લગાવવામાં આવ્યો હતો. જેના લીધે દબાણ આવતા દિવાલ તૂટી પડી હતી. આ દરમિયાન દીવાલની બાજુમાં પેકિંગનું કામ કરતા શ્રમિકો નીચે દટાઇ ગયા હતા. એવી પણ માહિતી સામે આવી રહી છે કે, બપોરના સમયે જમવાનો સમય હોવાથી અસંખ્ય મજૂરો જમવા માટે ગયા હતાં. નહીં તો અનેક શ્રમિકોનાં જીવ ગયા હોત. જીવ ગુમાવનારા મજૂરો રાધનપુર બાજુના શ્રમિકો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જો કે, તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. મૃતકોમાં 5 પુરુષ, 4 મહિલા અને 3 બાળકોનો સમાવેશ : હજુ પણ અનેક શ્રમિકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં હજુ પણ મૃત્યુઆંક ઊંચો જવાની શક્યતા સેવવામાં આવી રહી છે.
મૃતકોની યાદી:
1. રમેશભઆઇ નરસીંહભાઇ ખીરાણા(ઉંમર- 45 વર્ષ)
2. કાજલબેન જેશાભાઇ ગાણસ(ઉંમર-21 વર્ષ)
3. દક્ષાબેન રમેશભાઇ કોળી(ઉંમર-18 વર્ષ)
4. શ્યામાભાઇ રમેશભાઇ કોળી(ઉંમર-13 વર્ષ)
5. રમેશભાઇ મેઘાભાઇ કોળી(ઉંમર-42 વર્ષ)
6. દિલાભાઇ રમેશભાઇ કોળી(ઉંમર-26 વર્ષ)
7. દિપકભાઇ દીલીપભાઇ કોળી(ઉંમર-5 વર્ષ)
8. મહેન્દ્રભાઇ (ઉંમર-30 વર્ષ)
9. દિલીપભાઇ રમેશભાઇ(ઉંમર-30 વર્ષ)
10. શીતલબેન દિલીપભાઇ(ઉંમર-32 વર્ષ)
11. રાજીબેન ડાહ્યાભાઇ ભરવાડ(ઉંમર-30 વર્ષ)
12. દેવીબેન ડાહ્યાભાઇ ભરવાડ(ઉંમર-14 વર્ષ)
મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી
આ અકસ્માત બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે આ અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી નિધિમાંથી રૂ.4 લાખની સહાય તેમજ ઇજાગ્રસ્તોને 50,000ની જાહેરાત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હળવદ જીઆઇડીસીમાં કારખાનાની દિવાલ ધરાશાયી થવાની ગોઝારી ઘટનાને લઇ સંવેદના વ્યક્ત કરી છે.
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the tragedy in Morbi. The injured would be given Rs. 50,000: PM @narendramodi https://t.co/AlbwctnOUy
— PMO India (@PMOIndia) May 18, 2022