વિદેશી દારૂની 2592 બોટલ સહિત કુલ 31.58 લાખનો મુદ્દામાલ સાથે બે ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
ચોટીલા પોલીસ મથકના પીઆઈ આઇ.બી.વળવી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે લાખણકાથી સુરાઈ ગામના માર્ગે એક શંકાસ્પદ આઇશર હોવાનું માલુમ પડતાં પોલીસ દ્વારા તાત્કાલિક સ્થળે જઈ વોચ ગોઠવી હતી જેમાં એક શંકાસ્પદ આઇશર યુપી 82 એ ટી 5444 નબર વાળી નીકળતા તેને અટકાવી આઇસરના પાછળના ભાગે તપાસ કરતા પ્રથમ પશું આહાર નજરે પડ્યો હતો પરંતુ આ પશું આહાર હટાવતા નીચે વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે આઇડર ચાલક અને ક્લીનરની અટકાયત કરી હતી જ્યારે આઇશર માંથી જુદા જુદા બ્રાન્ડના વિદેશી દારૂની કુલ 2592 નંગ બોટલ કિંમત 1695816/- રૂપિયાની મળી આવી હતી જ્યારે આઇશર સાથે ઝડપાયેલ ગુડ્ડુ રાજેશ શેની માલી રહે: યુ.પી તથા અસગર સુબેદારખાન મુસ્લિમ રહે: હરિયાણા વાળાને ઝડપી બંને શખ્સો પાસેથી બે મોબાઇલ કિંમત 4000/- રૂપિયા , પશું આહાર 9.59 લાખ રૂપિયા તથા આઇશર કિંમત પાચ લાખ સહિત કુલ 3158816/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બંને ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.