ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદરના ચાપરડા બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘની સામાન્ય સભા નું આયોજન કરવામાં આવેલ આ બેઠક પૂ. મુક્તાનંદબાપુના અધ્યક્ષ સ્થાને યોજાય હતી જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી પધારેલ રા.બ્રા.જ્ઞાતિ કારોબારી તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તમામ સભ્યોએ બાપુનું ઉષ્માભેર સન્માન કરેલ હતું આ બેઠકમાં જ્ઞાતિ સંઘના મંત્રી સંજયભાઈ દવેએ વર્ષ 2022-23 નું વાર્ષિક હિસાબ આવક – જાવકનું સરવૈયું રજૂ કરેલ. તેમજ જ્ઞાતિમાં ઓ.બી.સી.ના લાભોથી વંચિત રહી ગયેલા પરિવાર માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. બાદ સંઘના ઉપપ્રમુખ વાસુદેવભાઈ જોશી, મેનેજિંગ ટ્રસ્ટી દિવ્યકાન્તભાઈ જોશી,
કાળુભાઈ જોશી, પ્રમુખ બંકિમભાઇ મહેતા એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે, અમદાવાદ નવનિર્મિત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ ભવનનું કાર્ય પૂર્ણતાને આરે છે.
સમાજ વધુ સંગઠિત અને મજબૂત કઈ રીતે બને તેની વિસ્તૃત માહિતી આપેલ. જ્ઞાતિના વિકાસ કાર્યોમાં હંમેશા સહભાગી બની મદદરૂપ બનવા અનુરોધ કરેલ. પૂ.મુક્તાનંદબાપુએ આશીર્વચનમાં જણાવેલ કે સમાજના કલ્યાણ માટે ભગીરથ કાર્યો થઈ રહ્યા હોય તેમાં આહુતિઓ આપો તથા સમૂહ લગ્ન, જીવનસાથી પસંદગી મેળા, બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસનમુક્તિ અભિયાન, દીકરા – દીકરીઓને વિદેશ ગમન માટે જરૂરી માર્ગદર્શન, જીવનલક્ષી સેમિનારો યોજી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડો. વડીલોએ સોંપેલી ધરોહરને વિકસાવો, કાર્યકર્તા કોને કહેવાય તેની તાલીમ આપો. તેમજ સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો દ્રષ્ટાંતોના માધ્યમથી વિસ્તૃત વાતો દ્વારા આશીર્વચન પાઠવેલ.