પ્રથમ વખત અમદાવાદમાં 25-26 જૂનના રોજ સિંધુ ભવન બેન્ક્વેટ હોલમાં યોજાયો
એસ્ટ્રોવર્લ્ડ એક્સ્પોનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
એસ્ટ્રોવર્લ્ડ એક્ઝિબિશનની આ 16મી આવૃત્તિ હતી. અગાઉની આવૃત્તિઓ મુંબઈ, નવી દિલ્હી, શિમલા અને અન્ય શહેરોમાં થઈ હતી, અને તેનું સમગ્ર દેશમાં મોટા શહેરોમાં અને વૈશ્વિક સ્તરે પણ વિસ્તરણ કરવાની યોજના છે.
એક્ઝિબિટર પ્રોફાઇલમાં દેશભરના જાણીતા નિષ્ણાતો, જ્યોતિષીઓ, પામ અને ફેસ રીડર્સ, ટ્રી પ્રિડિક્શન એક્સપટ્ર્સ, ન્યુમરોલોજીસ્ટ અને સિગ્નેચર એનાલિસિસ એક્સપટ્ર્સ, લોગો એનાલિસ્ટ, રિસ્ટ વોચ એનાલિસિસ, વાસ્તુ અને ફેંગશુઈ એક્સપટ્ર્સ, ટેરોટ અને એન્જલ કાર્ડ રીડર્સ, પાસ્ટ લાઈફ રિગ્રેશન, કાઉન્સેલર્સ, ક્રિસ્ટલ બોલ ગેઝિંગ, રેડિકલ-ચક્ર- લામા ફેરા-રેકી-સાઉન્ડ હીલર્સ, યોગ પ્રાણ વિદ્યા અને ધ્યાન, સ્ફટિકો-રુદ્રાક્ષ-રત્નોના જથ્થાબંધ વેપારી અને બીજા ઘણા બધાનો એક છત નીચે સમાવેશ થયો હતો.
આ એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે દેશભરમાંથી એસ્ટ્રોલોજી સાથે જોડાયેલા લોકો એ અહીંયા પોતાના સ્ટોલ લગાવીને આ એક્સપો ની શોભા વધારી હતી. એસ્ટ્રોલોજી એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને આપણા ઋષી મુનિઓએ કરેલા સંશોધનો, બ્રહ્માંડ, નક્ષત્રો, ગ્રહો અને તેની અસરો એ વ્યક્તિ ના જીવન સાથે જોડાયેલી છે. વ્યક્તિ ના જીવન માં યોગાનુ પણ મહત્વ રહેલું છે.
એસ્ટ્રોવર્લ્ડ એક્ઝિબિશન્સના સ્થાપકો શ્રીમતી સિરાજ જોંધલે અને સાગર જોંધલે જણાવ્યું હતુ કે આધ્યાત્મિક અને સર્વગ્રાહી સ્વાસ્થ્ય માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતું જ મર્યાદિત નથી, પરંતુ તેમાં આધ્યાત્મિક અને માનસિક સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે તે અનુભૂતિ વધી રહી છે. એસ્ટ્રોવર્લ્ડ, જે અત્યાર સુધીનું ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક, સર્વગ્રાહી સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રદર્શન છે, તે મન, શરીર અને આત્માને ડિટોક્સ અને કાયાકલ્પ કરવા માટે રચાયેલ છે. અમને પ્રદર્શકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને અમને અમદાવાદના લોકો એ પણ તેમની ઉમદા હાજરીથી અમને આશીર્વાદ આપ્યા હતા.
- Advertisement -
આ એક્સપોમાં અતિથિ તરીકે શહેરની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. અતિથિમાં અમિત શાહ(પ્રેસિડેન્ટ – બીજેપી કર્ણાવતી મહાનગર), જનક ઠક્કર (ક્ધવીનર – બીજેપી કલચરલ સેલ ગુજરાત), અરવિંદ વેગડા (મેમ્બર- બીજેપી કલચરલ સેલ), મિલન કોઠારી( બીજેપી કલચરલ સેલ- રાજકોટ ડિસ્ટ્રીકટ), (અભિલાશ ઘોડા (ક્ધવીનર – બીજેપી કલચરલ સેલ, કર્ણાવતી) અને શિલ્પા ચોકસી (હાઉસ ઓફ મેરીગોલ્ડ) હાજર રહયા હતા.
આ એક્સ્પોમાં દેશભરના અનુભવી અને જાણીતા નિષ્ણાતો દ્વારા વૈદિક વિજ્ઞાન અને વૈકલ્પિક ચિકિત્સા અને ઉપચાર વિશે જાગૃતિ ફેલાવી હતી. મુલાકાતીઓએ શોમાં મફત એક્યુપ્રેશર ફુટ મસાજ થેરપીનો પણ અનુભવ લીધો હતો.
આ પ્રદર્શન સિંધુ ભવન હોલ, સિંધુ માર્ગ, પીઆરએલ કોલોનીે, બોડકદેવ, અમદાવાદ ખાતે યોજાયુ હતું અને 25 જૂન, શનિવારે સવારે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.