રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો: 7.01 કરોડની સહાય કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની પણ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થાય તે મુજબ વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ત્યારે પારદર્શિતાથી સીધો લાભ આપવા માટે પંચાયત વિભાગના રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને સદભાવના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં 5654 લાભાર્થીઓને રૂપિયા 7.01 કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
- Advertisement -
આ તકે પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગરીબોને પારદર્શક રીતે સહાય, સબસીડી અને અન્ય લાભો મળી રહે તે માટે 2010માં આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકારનો હેતુ એ છે કે, વંચીતો અને છેવાડાના માનવીનું પણ જીવન ધોરણ ઉંચુ લઈ આવવું અને તે હેતુને જ ધ્યાનમાં રાખીને આ ગરીબ મેળા યોજવામાં આવે છે.