ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્ર્નના જવાબમાં મત્સ્યોઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે આપી વિગતો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
જિલ્લાના 28 અરજીકર્તાઓને ડીપ-સી બોટ માટે યુનિટ કોસ્ટ તરીકે કુલ 120 લાખ રૂપિયા સહાય પેટે ચુકવવામાં આવશે. પોરબંદર જિલ્લો અરબી સમુદ્ર કિનારે વસેલ હોવાથી જિલ્લામાં ડીપ-સી ફીશીંગની વિપુલ તકો રહેલ છે. જેને ધ્યાને લઈને પોરબંદર જિલ્લાના માછીમારોને સરકારની ડીપ-સી ફીશીંગ માટેની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો મોટા પાયે લાભ મળે તે માટે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દમિયાન પુછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મત્સ્યોઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં પોરબંદર જિલ્લામાંથી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ડીપ-સી ફીશીંગ માટે સહાયની 28 અરજીઓ મંજુર રાખવામાં આવી છે.
- Advertisement -
મત્સ્યોઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ અરજદારોને ડીપ-સી બોટ માટે કુલ 120 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવશે. આ સહાયમાં જનરલ કેટેગરીમાં 40% લેખે મહત્તમ રૂપિયા 48 લાખ મહત્તમ સહાય મળવાપાત્ર છે. જ્યારે મહિલા અને એસ.સી./એસ.ટી. કેટેગરીમાં 60% લેખે મહત્તમ રૂપિયા 72 લાખ સહાય મળવાપાત્ર છે. મત્સ્યોઉદ્યોગ મંત્રીએ ઉમેર્યુ હતું કે તમામ અરજીઓને સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામાં આવેલ છે અને આગામી સમયમાં સહાય ચુકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ અંગે જણાવ્યું હતું કે પરંપરાગત માછીમારી કરનારા બોટ માલિકોને આર્થિક સહાય મળવાથી ડીપ શી ફિશિંગ કરી શકશે, જેના થકી રોજગારી સાથે વિદેશી હુંડીયામણ અને માછીમારોની આવકમાં વધારો થશે. પોરબંદરના માછીમારો માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ડીપ-સી ફીશીંગ માટે બોટની સહાય મંજુર કરવા માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મત્સ્યોઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલનો આભાર માન્યો હતો.