By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    1 week ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    1 week ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    1 week ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    1 week ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    1 week ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    1 week ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    1 week ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 week ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    1 week ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અસ્કામત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > અસ્કામત
AuthorBhavy Raval

અસ્કામત

Khaskhabar Editor
Last updated: 2022/10/22 at 5:55 PM
Khaskhabar Editor 3 years ago
Share
11 Min Read
SHARE

સર્જના એક પછી એક વસ્તુને અનુભવતી ઉપર ઉપરથી ઝાપટીને ધૂળ સાફ કરતી જતી હતી, તેની આંખો લાકડાનાં એક પાયો તૂટેલા રાઈટીંગ ટેબલ અને લોકપ્રિય સામાયિકોનાં જૂનાં અંકોમાં જઈ ચઢી, પ્રેમ અને લગ્ન સંબંધોએ સર્જનાને ઘણું-ખરું લખતા-વાંચતાં કરી દીધી હતી

સર્જનાએ સામાન ઊથલપાથલ કર્યો, મેકઅપ બોક્સની ખોજ કરતાં સર્જનાનાં હાથમાં બે દિવસ સુધી ભૂખ્યાં રહ્યાં બાદ બચકાનાં જીદ આગળ ઝૂકીને પપ્પાએ લાવી આપેલા સ્કેટિંગ એક પ્લાસ્ટિક બેગમાં વિટળાયેલા મળી આવ્યાં, સ્કેટિંગને સર્જનાએ ગળે લગાવ્યા, સ્કેટિંગ પાસે ધૂળનાં થર જામી ગયેલાં મેકઅપ બોક્સને સર્જનાએ ભાવુકતાથી પ્રેમભર્યો સ્પર્શ કર્યો

- Advertisement -

નવા વર્ષની સાફ-સફાઈની
શરૂ આત ક્યાંથી કરવી તેની અસમંજસ વચ્ચે સર્જનાનાં પગલાં અનાયાસે સ્ટોરરૂમ તરફ મંડાઈ જાય છે, કાતિલ અંધકારમય સાંકળા ઓરડામાં પ્રવેશતાંની સાથે જ અવાવરું સૂકી વાસ નાકમાંથી શ્ર્વાસમાં ઊતરી સર્જનાને છીંક આવી જાય છે, ગૂંગળામણમાં સંકોચાઈને વધતાં ધબકારા સાથે એ સ્ટોરરૂ મની લાઈટ ઓન કરે છે

કૂણાં તડકા, સ્વચ્છ પાણી અને નિર્મળ પવનવાળા રંગીલા શહેરનાં ગીચ વિસ્તારમાં આવેલી એકતા સોસાયટીના મધ્યમ વર્ગીય ટેનામેન્ટસની વસાહતમાં રહેતી સર્જનાને પોતાનો ટુ બેડ હોલ કિચેનનો પ્રમાણમાં નાનકડો સ્વપ્ન મહેલ આજે થોડો વધુ ફેલાઈને પહોળો અને આલીશાન લાગી રહ્યો હતો. વહેલી સવારથી ઊઠીને હાથમાં ઝાડું પકડી આખા ઘરમાં આમતેમ ચહલકદમી કરતી સર્જનાનું મન કોણ જાણે છેલ્લાં કેટલાંક દિવસોથી ભાવનામયી રીતે સ્થિર ન હતું. અકારણ અંતરનાં ઊંડાણમાં કંઈક ખટકતું-ખૂચતું હતું.
બે દિવસથી કામવાળી બાઈ લીલાબેન ઘરકામ કરવા પાછી ક્યારે આવશે એ કહ્યાં વિના રજા પર ચાલી ગઈ છે. આ કામવાળા પણ.. ઘરની સાફસૂફી કરવાની હોવાથી પતિ દીપક કામનું ભારણ સ્વેચ્છાએ સમજીને સવારે ટીફિન લીધા વિના ઑફિસ ચાલ્યાં ગયા છે. અવારનવાર કેન્ટીનમાં જમવાનાં લીધે હમણાંથી એ થોડાં દૂબળા થઈ ગયા હોય તેવું લાગે છે. કોશા પણ હોસ્ટેલનું જમી-જમીને સૂકાતી જાય છે. સાંજની રસોઈમાં કોશાને ભાવતું પનીરનું શાક અને પાલકનાં પરાઠા બનાવવા છે. દિપક માટે વેજ. પુલાવ પણ આ હજુ શાકવાળો કેમ નહીં આવ્યો? સર્જનાએ બારી બહાર નજર કરી.
તહેવારો નજીક આવતાની સાથે કામ વધતું જાય છે તો બીજી તરફ તૈયારીનાં નામે મીંડું. દિવાળીનું ફરસાણ બનાવવાનું અને નાની-મોટી ચીજવસ્તુની ખરીદી કરવાની બાકી છે. એ બધા વચ્ચે પહેલાં ઘરની સાફ-સફાઈ અને હા, હોસ્ટેલમાં રહી એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતી એકની એક સંતાન દીકરી કોશા આજ સાંજે દિવાળી વેકેશનની રજાઓમાં ઘરે આવી જશે એટલે તેને ભાવતી વાનગીઓ પણ પીરસવી પડશે. અધૂરાંમાં પૂરી કોશાની અનેક અવનવી ફરમાઈશો.
ડ્રોઈંગ રૂમની બારીનો મખમલી પડદો હટાવી સર્જનાએ જોયું, વિન્ડો ગ્લાસ પાસે ઉપરની બાજુ છજા પર કબૂતરનો માળો ગંદકી સાથે બદબૂ ફેલાવતો હતો. એક ક્ષણ થયું, ચકલીનો માળો હોય તો ના હટાવાઈ પણ આ તો કબૂતરનો માળો. સાવરણી મારી તોડી પાડું? તોડી પાડીશ તો પાછો બનાવશે. ખૈર જવા દ્યો..
નવા વર્ષની સાફ-સફાઈની શરૂઆત ક્યાથી કરવી તેની અસમંજસ વચ્ચે સર્જનાનાં પગલાં અનાયાસે સ્ટોરરૂમ તરફ મંડાઈ જાય છે. કાતિલ અંધકારમય સાંકળા ઓરડામાં પ્રવેશતાંની સાથે જ અવાવરું સૂકી વાસ નાકમાંથી શ્વાસમાં ઊતરી સર્જનાને છીંક આવી જાય છે. ગૂંગળામણમાં સંકોચાઈને વધતાં ધબકારા સાથે એ સ્ટોરરૂમની લાઈટ ઓન કરે છે.
પીળા પ્રકાશ પથરાયેલાં ખૂણામાં મૃત સાસુ-સસરાની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર વંદાઓનું આશ્રયસ્થાન બની રહ્યાં હતાં. એક તરફ લાકડાનું ઘોડિયું ત્રાસું પડ્યું હતું, તૂટેલી ડોલમાં જૂનવાણી લાકડાં-પતરાનાં રમકડાઓ ભરેલા હતાં, વિદેશથી અંકલે મોકલાવેલું બાયનોક્યુલર વપરાશમાં આવ્યાં વિના સડી રહ્યું હતું. રેડિયો, બંગળીઓનું બોક્સ, કોડીઓ, લખોટીઓ અને સાપસીડીની રમતની કૂકરી તથા તેનાં પાસાં. સર્જનાનાં ચહેરા પર દરેક અલગ-અલગ વસ્તુની સાથે સંકળાયેલા કિસ્સા અજીબોગરીબ ભાવ ઉપજાવતા જતાં હતાં. આમ, સ્ટોરેજ રૂમ બાળપણની ખાટી-મીઠી યાદને જીવંત બનાવતો જાય છે.
સર્જનાનાં લગ્ન સમયે એક આખો ખટારો ભરાઈને સામાન પિયરથી આવ્યો હતો. આસપડોશના લોકોને જોતાં થયું હશે સર્જના પોતાનાં માવતરથી કેટકેટલું લાવી પણ એ જાણ્યા-અજાણ્યાં આત્માઓ શું જાણે સર્જના શું લાવી હતી.
એક પતરાની પેટીને પોતાનાં દુપટ્ટાથી ઝાપટીને સર્જનાએ ખોલી. કપડાનાં ટુકડાઓ સીવીને બનાવેલી ઢીંગલી-ઢીંગલો, ડ્રોઈંગ કરવાની પીંછીઓ, લખવાની સ્લેટ, ચોકનું પેકેટ અને ચોક ખાવાની આદત. એ કેમ ભુલાઈ? ઊગતી યુવાનીના પ્રથમ પગથિયે કોલેજકાળમાં

પ્રથમ પ્રણય થતા કાચું કુંવારું હૈયું પ્રિતેશને ધરી આપ્યું હતું અને પ્રેમની પ્રથમ સૌગદ સ્વરૂપે તેણે હક્કથી માંગણી કરતાં કહ્યું હતું, સર્જના તું મને વારંવાર કહેતી હોય છે કે તું કંઈ માગતો નથી. આજ હું માગું છું અને વિશ્વાસ છે એ તું આપીશ. આજ પછી ક્યાંરેય તું ચોક નહીં ખાય. લગ્ન બાદ ગર્ભવતી થઈ એ સમયે ભૂતડો ખાધો હતો અને પ્રિતેશ સાથેનો સંબંધ એ દરમિયાન બાગમાં ખીલેલા ગુલાબની જેમ મહેકી ઊઠેલો. એણે લગ્નમાં ગિફ્ટ આપેલું મેકઅપ બોક્સ પણ અહિયાં જ ક્યાંક હોવું જોઈએ.
સર્જનાએ સામાન ઊથલપાથલ કર્યો. મેકઅપ બોક્સની ખોજ કરતાં સર્જનાનાં હાથમાં બે દિવસ સુધી ભૂખ્યાં રહ્યાં બાદ બચકાનાં જીદ આગળ ઝૂકીને પપ્પાએ લાવી આપેલા સ્કેટિંગ એક પ્લાસ્ટિક બેગમાં વિટળાયેલા મળી આવ્યાં. સ્કેટિંગને સર્જનાએ ગળે લગાવ્યા. સ્કેટિંગ પાસે ધૂળનાં થર જામી ગયેલાં મેકઅપ બોક્સને સર્જનાએ ભાવુકતાથી પ્રેમભર્યો સ્પર્શ કર્યો.
અસ્તિત્વની આપવીતીને બયાન કરતો ઓરડો કેટલો ગંદો અને બદબોદાર હોવા છતાં ભૂતકાળનાં મઘમઘતા સ્મરણોને તરોતાઝા કરાવતા ખુશ્બોદાર ઈતિહાસને પોતાનાં ગર્ભમાં સંગ્રહીને બેઠો હતો. જીવનખંડની ચીજવસ્તુની અગત્ય અને આત્મીયતા જેમ-જેમ રજકણો ખંખેરાતી જાય તેમ-તેમ સ્પષ્ટતાથી સમજાતી જતી હતી.
આજે કેટલીક જૂની વસ્તુઓનું સ્થાન નવી વસ્તુઓએ લઈ લીધું હતું. પરંતુ જૂની વસ્તુઓએ હજુ પણ પોતાની કિંમત અને કાર્યક્ષમતા ગુમાવી ન હતી. એ થોડી નકામી થઈ તો પણ કેટલી પ્રિય અને માયાળુ લાગતી હતી. લગ્ન બાદ શરૂના વર્ષોમાં દર અગિયાર મહિને બદલાતા ભાડાનાં મકાનથી લોન લઈ લીધેલા પોતાની માલિકીના ઘર સુધીની સફર દરમિયાન કેટલીક વસ્તુઓ કરકસરમાં જીવેલા દરેક પળનો અમૂલ્ય દસ્તાવેજ હતી. માટીનાં કોડિયા, હાથે ગૂંથેલું આભલા ટીકી સ્ટોનનું તોરણ, લાકડાના દાંડિયા. સર્જનાને લગ્ન પહેલાંની મમ્મી અને મામાનાં ઘરની નવરાત્રિ-દિવાળી નજર સામે તરી ગઈ.
સર્જના એક પછી એક વસ્તુને અનુભવતી ઉપરઉપરથી ઝાપટીને ધૂળ સાફ કરતી જતી હતી. તેની આંખો લાકડાનાં એક પાયો તૂટેલા રાઈટીંગ ટેબલ અને લોકપ્રિય સામાયિકોનાં જૂનાં અંકોમાં જઈ ચઢી. પ્રેમ અને લગ્ન સંબંધોએ સર્જનાને ઘણું-ખરું લખતા-વાંચતાં કરી દીધી હતી.
કરોળિયાનું જાળું કેટલી મહેનતથી ગૂંથાય છે. જોવામાં પણ કેટલું આકર્ષક! શું મારે સ્ટોરરૂમ સાફ કરવા માટે કોઈ જીવનું ઘર તોડી નાખવું જોઈએ? ના. અનેક મનોમંથન વચ્ચે વિતેલી યાદોનાં વિચારોનો વંટોળ સર્જનાનાં અંતરમાંથી કાનમાં કહી રહ્યો હતો કે, મારે મન સંગ્રહાયેલી વસ્તુની કિંમત ઘરની ઈમ્પોટેટ અને આધુનિક ગેઝેટથી પણ વધુ કિંમતી છે. જેમાં અધૂરી, અણગમતી કે ક્યારેય ન ભૂલનારી ખુશીઓની શ્રેષ્ઠ તવારીખની દાસ્તાન જોડાયેલી છે.
સર્જનાએ ભરબપોર સુધી ભાદરવાની આગ ઝરતી ગરમીમાં તમામ નાની-મોટી ચીજવસ્તુઓને ખંખેરીને ધૂળ સાફ કરી. જાણે પોતાનો ભૂતકાળ સજાવતી હોય તેમ કોઠારને કલાત્મક રીતે સજાવ્યો. ફર્શને ઘસીને પોતું મારીને ચકચકિત કર્યું. સર્જનાએ નિર્ણય કર્યો, દર દિવાળીએ નહીં પરંતુ દર મહિને સ્ટોરરૂમ સાફ કરવો આથી થોડું જૂનું જીવાય જાય અને નવું થઈ જવાય. વસ્તુ સાથે થોડો વર્તમાન સાફ થયો તેવું મહેસૂસ થયું.
વ્યસ્તતાથી એક માત્ર સ્ટોરરૂમ સાફ કરવામાં થાકેલી સર્જના મોડી બપોરે હાશકારા સાથે સોફા પર આવીને બેસી ત્યાં જ ડોરબેલ વાગી. સોફા પરથી ઊભા થઈને દરવાજો ખોલતાંની સાથે જ કોશા સર્જનાને મ..મ્મી… કહેતી વહાલ વરસાવતી ચોટી ગઈ.
ઘરમાં પ્રવેશતા દીપકે કહ્યું, અરે.. તે હજુ ઘરની સફાઈ કરી નથી? અને હા, આ વખતે સાફસૂફી કરવાની વધુ જરૂર નથી કેમ કે..
પપ્પાની વાત કાપી દીકરી કોશા બોલી, કેમ કે આપણે આ દિવાળી કેરેલા ટુર પર જઈએ છીએ.
યેસ.. સો પાછળથી બંધ ઘર પાછું અવાવરું અને ગંદુ થઈ જવાનું. જાવ કોશા દીકરા તારો સામાન અંદર મૂકી પેકિંગ શરૂ કરી દો, પછી શોપિંગમાં જવું છે ને?
ઓકે પોપ્સ. કોશા અંદરનાં રૂમમાં ગઈ.
સર્જના, બીજી એક વાત. કિચેન તરફ જતી સર્જનાનાં પગ થંભી ગયા. આપણી કામવાળી ચંપાનાં ઘરવાળા મુન્નાને ઓળખે છે તું?
ભંગારનું કરે છે એ?
હા. તે આજ સવારે સોસાયટીના નાકે મળ્યો હતો. તેને મેં કાલે બોલાવ્યો છે.
શું કામ?
અરે.. શું કામ શું? પેલા મ્યુઝયમ જેવા સ્ટોરરૂમનો ભંગાર આપવા.
સ્ટોરરૂમનો સામાન? સર્જનાએ દીપકને પૂછ્યું. ભંગારમાં?
હા. હવે આમ આંખો ફાડી મારી સામે શું જુએ છે? પૈસાની ચોખવટ પણ કરી છે. વધુ તો મારે કાઈ કહેવાય નહીં તો પણ કેટલીક નાની-મોટી ચીજવસ્તુઓનાં નામ આપી મે પૂછી લીધું કે કેટલાં પૈસા આપીશ? તો મારો બેટો કહે ભંગારનું તો શું કહેવું સાહેબ… મોટાંભાગે તો કચરો જ નીકળે. અળસ અમારાં કામમાં શું આવે તમે જ કહો? ભંગારમાં કામની વસ્તુ બહું ઓછી. મુન્નો હળવેકથી પછી બોલ્યો કે, પાંચસો રૂપિયા આપીશ. આ તો તમે મારી બૈરીનાં શેઠીયા એટલે બાકી કચરા જેવા ભંગારને કોઈ બીજો હાથ પણ ના લગાવે. દીપક એક શ્વાસભેર બોલી જાય છે.
પછી?
પછી શું? મેં કહ્યું કાલે આવી જ ઉપાડી જજે બધો સામાન. બોલ છું ને હું અસ્સલ પરફેક્ટ હસબન્ડ? તારું કેટલું કામ સરળ કરી આપ્યું? ભંગારનાં પાંસસો રૂપિયા વધતાં તને આ દિવાળી બોનસ મળશે?
મતલબ?
ના હોગા બાંસ ના બજેગી બાંસુરી. આખરે જૂની વસ્તુ સંગ્રહી રાખી તો સાચવવી પડે ને? સાચવી રાખીએ એટલે સાફ-સફાઈ કરવાની મથામણ. તો મેં વિચાર્યું, આ દિવાળી કેમ ના એ સ્ટોરરૂમને ખાલી કરી થોડું રિનોવેશન કરી તેને પૂજાનો અથવા તારા લેખનને પ્રોત્સાહન મળી રહે તેવો સ્ટડી રૂમ બનાવીએ?
સર્જનાનો જસબાતી ચહેરો થોડુંક કડવાશભર્યું હસીને બોલી ઊઠે છે,
સ્ટોરરૂમનો સામાન ભંગારમાં આપી દેવો છે પણ… સર્જના ચૂપ થઈ ગઈ.
દીપક સર્જનાની સામે જોઈ રહે છે. થોડીક ક્ષણોનું કાળું ઝૂલસતું ગમગીન મૌન પછી, નવું વર્ષ એ નવીનતા લઈ આવે છે. નવું વર્ષ એ પ્રતીક છે નવ સંકલ્પ અને નવકાર્યનાં આરંભનો. સર્જના વિતેલી ગઈકાલના, અવર્ણીય યાદોના, અગણિત અનુભવોનાં પૂરાવા ન હોય. તારા હૈયાનાં કમાડ સમા સ્મરણો સ્ટોરરૂમની વસ્તુઓમાં કે વાર-તહેવાર વાગોળાતો ભૂતકાળ એક નાનકડા ઓરડામાં પુરાયેલો નથી. સમજી? મારે આ નવા વર્ષે સ્ટોરરૂમ નવા રૂપરંગમાં જોઈએ છે.
કિચેન તરફ જતી સર્જનાનાં ચહેરા પર આછું સ્મિત અને મૌન સંમતિની સાથે અસ્કામતો અણમોલ હોય છે તેવું મહોર મારતું હતું.
* સમાપ્ત *

- Advertisement -

You Might Also Like

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

પુરણપોળી: સ્વાદ, સંસ્કૃતિ અને ઇતિહાસની મીઠી ધરોહર

TAGGED: story
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મારવાડી યુનિ.વિવાદોનું એપી સેન્ટર, માન્યતા રદ્દ થવી જોઈએ
Next Article છેલ્લો શૉ: ગ્રેટ ગુજરાતી શૉ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Author

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?