રક્ષાબંધન પર્વની ઠેર ઠેર ઉજવણી, અમદાવાદ પોલીસ દ્વારા તથા સાબરમતી જેલ ખાતે પણ કરવામાં આવી રક્ષાબંધનની ઉજવણી
આજે ભાઇ-બહેનના પવિત્ર સંબંધની ઉજવણીનો અવસર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેન ભાઇનું મોં મીઠુ કરાવીને હથેળીએ રાખડી બાંધે છે. ભાઇ સફળતાના શિખરો સર કરે અને દિર્ઘાયુ તથા ભાઇની રક્ષા થાય તેવી પ્રાર્થના કરે છે. ત્યારે દેશના વીર જવાનો જે દિવસ રાત જોયા વિના દેશની રક્ષા માટે બોર્ડર પર ફરજ બજાવે છે. ત્યારે રક્ષાબંધન પર્વ નિમિત્તે કચ્છ સરહદે તૈનાત જવાનો સાથે રક્ષાબંધન પર્વની ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા ઉજવણી કરવામાં આવી.
- Advertisement -
બીએસએફ જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી
દેશના જવાનો જે પોતાના પરિવારને છોડીને માત્રને માત્ર દેશ સેવાનું કાર્ય કરી રહ્યા છે તેવા જવાનોને પરિવારથી દૂર હોવાની લાગણી ન થાય તે માટે કચ્છ સરહદ પર ધરમશાળા બી.એસ.એફ. ચોકી ખાતે હર ઘર તિરંગા અભિયાન સાથે વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યની સાથે જિલ્લાની અન્ય બહેનોએ સરહદના જવાનોને રાખડી બાંધી હતી. ડ્યુટી હોવાથી બહેનને ન મળી શકનારા જવાનોને બહેનોએ રાખડી બાંધતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા.
અમદાવાદ પોલીસે કરી રક્ષાબંધનની ઉજવણી
- Advertisement -
અમદાવાદ પોલીસ દ્વારા તહેવારના દિવસે નવતર પ્રયોગ અજમાવવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ન થાય તો અનોખી રીતે તેઓને સમજાવવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનના દિવસે ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહન ચાલકોને મહિલા પોલીસે રાખી બાંધી. રાખડી બાંધીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી.
ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહનચાલકોને ટ્રાફિક મહિલા પોલીસ તથા મહિલા TRB દ્વારા રાખડી બાંધવામાં આવી..અને ટ્રાફિકના નિયમોનું હમેશા પાલન કરીને સુરક્ષિત રહે તેવી અપીલ કરી વચન માંગવામાં આવ્યા…@sanghaviharsh @InfoGujarat @GujaratPolice @AjayChoudharyIN pic.twitter.com/YMkhgbE2SX
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) August 11, 2022
સાબરમતી જેલમાં રક્ષાબંધનની ઉજવણી
અમદાવાદની સાબરમતી જેલમાં બહેનો પોતાના ભાઇને રાખડી બાંધવા પહોંચતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા. જેલમાં બંધ ભાઇના હાથે રાખડી બાંધીને બહેનની આંખોમાં આંસુ આવી ગયા. સાબરમતી જેલ પ્રશાસન દ્વારા દર વર્ષે રક્ષાબંધન પર્વની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે જેલમાં કેદીઓને બહેનોએ રાખડી બાંધી અને ભાઇ જલ્દીથી પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તેવી પ્રાર્થના કરી હતી. આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પહેલીવાર બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો.