PM મોદીએ બંગાળ ભાજપના સાંસદો સાથે મુલાકાત કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
બુધવારે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ હતો. સવારે 11 વાગ્યે બંને ગૃહોની બેઠક શરૂ થાય તે પહેલાં, ઙખ મોદીએ સંસદ સંકુલમાં પશ્ર્ચિમ બંગાળના રાજ્યસભા અને લોકસભાના સાંસદો સાથે મુલાકાત કરી. મોદીએ સાંસદોને કહ્યું કે બંગાળ વિધાનસભાની ચૂંટણી જીતવાની છે. તેમણે જીત સુનિશ્ર્ચિત કરવા માટે અત્યારથી જ કામ શરૂ કરી દેવાની વાત કરી હતી.
ઙખએ સાંસદોને કેન્દ્ર સરકારની નીતિઓ લોકો સુધી પહોંચાડવા સૂચના આપી. ઙખ અને બંગાળના સાંસદો વચ્ચેની આ મુલાકાત મહત્વપૂર્ણ છે કારણ કે 9 ડિસેમ્બરે બંગાળ સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંસદના શિયાળુ સત્રમાં જઈંછ પર ચર્ચા કરવામાં આવશે. 2026માં બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવાની છે.
બુધવારે વિપક્ષના સાંસદોએ સવારે 10:30 વાગ્યે સંસદના મકર ગેટ સામે શ્રમ કાયદાનો વિરોધ કર્યો. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ આ વિરોધમાં ભાગ લીધો હતો.
આ દરમિયાન, કેટલાક સાંસદો વાયુ પ્રદૂષણનો વિરોધ કરવા માટે ગેસ માસ્ક પહેરીને સંસદમાં પહોંચ્યા. લોકસભામાં પ્રશ્ર્નકાળ અને રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન ચર્ચા ચાલુ છે. અગાઉ જઈંછ મામલે ગૃહની કાર્યવાહી ખોરવાઈ હતી. લોકસભામાં કામકાજ થયું નહીં, અને વિપક્ષ દ્વારા રાજ્યસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
સરકારે જઈંછ પર ચર્ચા માટે વિપક્ષની માંગણી સ્વીકારી લીધી છે. વિપક્ષ હવે ગૃહમાં બિલો પર ચર્ચા કરવા માટે તૈયાર છે. સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં, વિપક્ષે નવા શ્રમ કાયદાનો વિરોધ કર્યો. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ હાજર રહ્યા હતા.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે માત્ર એક કે બે નહીં, પણ અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થવી જોઈએ. તેમણે કહ્યું, ‘આપણે પ્રદૂષણ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ. સંસદમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂર છે.’
સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે બંને ગૃહોમાં જઈંછ અને વોટ ચોરીના આરોપના મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો હતો. બીજા દિવસે પણ વિપક્ષે સંસદના મકર દ્વાર સામે જઈંછના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. તેમાં સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ થયા હતા.
વિપક્ષ જઈંછ અને વોટ ચોરીના આરોપ પર તાત્કાલિક ચર્ચાની માંગ પર અડગ રહ્યો હતો. બંને ગૃહોની કાર્યવાહી ચાલવા દીધી ન હતી. ’વોટ ચોર- ગદ્દી છોડ’ના નારા પણ લગાવ્યા હતા. આ પછી લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બંને પક્ષોને પોતાના મીટિંગ રૂમમાં બોલાવ્યા હતા. અહીં સહમતિ બની કે આજે ગૃહ કોઈ પણ હોબાળા વગર ચાલશે.
બિરલા સાથે મુલાકાત બાદ કોંગ્રેસ નેતા કે. સુરેશે જણાવ્યું કે, 9 ડિસેમ્બરે ઇલેક્ટોરલ રિફોર્મ્સ એટલે કે ચૂંટણી સુધારા પર 10 કલાક ચર્ચા થશે. તેમજ તેના એક દિવસ પહેલા 8 ડિસેમ્બરે વંદે માતરમ પર પણ 10 કલાક ચર્ચા થશે. પીએ મોદી ચર્ચાની શરૂઆત કરશે. વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા પર સરકાર ગૃહમાં તેના પર ચર્ચા કરાવી રહી છે.
વાયુ પ્રદૂષણ રાજકીય મુદ્દો નથી, સંસદમાં ચર્ચા થવી જોઈએ: પ્રિયંકા
વિપક્ષના સાંસદો ગેસ માસ્ક પહેરીને પહોંચ્યા
- Advertisement -
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વાયુ પ્રદૂષણ મામલે કહ્યું, હું દરરોજ કહું છું કે બધાએ સાથે આવવું જોઈએ અને આ મુદ્દા પર કંઈક કરવું જોઈએ. આ કોઈ રાજકીય મુદ્દો નથી. સંસદમાં તેની ચર્ચા થવી જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ.
વિપક્ષનું લેબર લૉ સામે વિરોધ પ્રદર્શન
કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત વિપક્ષી નેતાઓએ શ્રમ સંહિતા મુદ્દા પર સંસદની બહાર વિરોધ પ્રદર્શન કર્યું.



