તા.11 થી 13 ફેબ્રુઆરી વચ્ચે એક જ તબકકામાં મતદાન યોજાશે
પાટનગર દિલ્હીમાં વધતી જતી રાજકીય ગરમી વચ્ચે હવે ગમે તે ઘડીએ ચૂંટણીની જાહેરાતની શકયતા છે અને મળતા સંકેત મુજબ આજે ચૂંટણી પંચની એક પત્રકાર પરિષદ યોજાશે અને તેમાં ચૂંટણીની જાહેરાત થશે.
- Advertisement -
દિલ્હીમાં તા. 11 થી 13 ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણીની શકયતા છે. જોકે મળતા અહેવાલ મુજબ તા. 6ના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચ નવી મતદાર યાદી જાહેર કરી શકે છે અને તે બાદ ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ પંચ દ્વારા આગામી કલાકોમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરાશે અને એક જ તબકકામાં દિલ્હીમાં ચૂંટણીઓ યોજાઇ શકે છે. 2020માં દિલ્હી ચૂંટણીની જાહેરાત તા. 6 જાન્યુઆરીના રોજ થઇ હતી.
8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાઇ હતી તેમજ 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થયા હતા. દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે આમ આદમી પાર્ટીએ તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. જયારે કોંગ્રેસ અને ભાજપ તબકકાવાર યાદી જાહેર કરી શકે છે.