રાજકોટ શહેર જીલ્લાની 8 વિધાનસભા બેઠકની ચૂંટણી જાહેર થતા જ કલેકટર દ્વારા ધડાધડ 10 જાહેરનામાં બહાર પડાયા છે. અમે તેની કડક અમલવારી કરવા સૂચના આપી છે. જાહેરનામા આ મુજબ છે. જાહેરનામુ/1..
(1) હથીયાર પરવાનેદારોએ પરવાના હેઠળના હથીયારો નજીકના અને સબંધીત પોલીસ સ્ટેશનમાં અનામત તરીકે જમા કરાવવા
- Advertisement -
(2) પ્રચાર સમયમગાળા દરમિયાન ખાનગી અને જાહેર મિલ્કતની વિકૃતિ અને બગાડ અટકાવવા
(3) સબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પાસે વાહન રજીસ્ટર કરાવ્યા વિના ચૂંટણીના કામે નહી વાપરવા તથા ખર્ચ ઉમેદવારના ખર્ચમા ઉધારવા.
(4) સક્ષમ અધિકારીની પુર્વ પરવાનગી મેળવ્યા વિના ચાર કરતા વધારે વ્યકિતઓઓ એકત્રિત નહી થવા કે સભા નહી ભરવા તેમજ સરઘસ નહી કાઢવા. આ જ જાહેરનામાથી સભા/ સરઘસની પરવાનગી માટે મદદનીશ ચૂંટણી અધિકારી અધિકૃત કરવા.
- Advertisement -
(5) ઉમેદવારી પત્ર રજુ કરવા સમયે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અને અન્ય ચાર વ્યકિત મળી પાંચ જ વ્યકિતઓએ દાખલ થવા તેમજ કચેરીના 100 મી. આસપાસના વિસ્તારમાં ત્રણ થી વધારે વાહનો સાથે નહી પ્રવેશવા બાબત.
(6) પોસ્ટર, પેમ્ફલેટ વગેરે ચૂંટણી પ્રચાર વિષયક સાહિત્ય છાપનાર મુદ્રક તથા પ્રકાશકે છાપકામ કર્યાના ત્રણ દિવસમાં ડેકલેરેશન રજુ કરવા ફરજીયાત.
(7) ટેલીવિઝન ચેનલ અને લોકલ કેબલ નેટવર્ક પર ચૂંટણી વિષયક પ્રચાર, જાહેરાત/ જીગલ્સ/ ઇન્સર્શન્સ /બાઇટસ વગેરેનું પ્રસારણ ડીસ્ટ્રીકટ લેવલ કમીટીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ કરવા રચના.
(8) સ્થાનિક કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, દુરદર્શન કેન્દ્ર, આકાશાવાણી કેન્દ્ર, એ એમ તથા એફ એમ રેડીયો વગેરે જેવા ઇલેકટ્રોનીક પ્રસાર માધ્યમોએ પ્રત્યેક દિવસ દરમ્યાન કરેલ પ્રસારણની સીડી રજુ કરવા ફરજીયાત.
(9)મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ કાયદાનો ભંગ થાય તેવા, ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ થાય તેવા એસ.એમ.એસ. પ્રસારીત કરવા પર પ્રતિબંધ ફરમાી દેવાયો.
(10) રાજકોટ શહેર સહીત રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી, આરામગૃહો, વિશ્રામગૃહો તથા સરકારી રહેણાકનો તેની સાથે જોડાયેલ આંગણ, કમ્પાઉન્ડ સહીત કોઇ રાજકીય પક્ષના હોદ્દેદારો, ચુંટણી લડતા ઉમેદવારો તેમના ચૂંટણી એજન્ટોએર રાજકીય હેતુસર કે ચુંટણી વિષયક કે ચૂંટણી પ્રચાર- પ્રસારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ મુકાયો.