વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની સાથે મોરબી જીલ્લાની ત્રણ બેઠકમાં ફોર્મ ઉપાડવા અને જમા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે 9 ફોર્મ જ ઉપડ્યા હતા જે બાદ ધીમે ધીમે ફોર્મ ઉપાડવાની ગતિવિધિ વેગવંતી બની હતી અને અંતિમ દિવસ સુધીમાં મોરબી જીલ્લાની ત્રણેય બેઠકમાં કુલ 80 ફોર્મ ભરાયા હતા. વિધાનસભા બેઠકમાં જોઈએ તો મોરબી વિધાનસભા બેઠકમાં 36, ટંકારામાં 18 અને વાંકાનેરમાં 26 ફોર્મ ભરાયા હતા. મોરબી જીલ્લાની ત્રણેય બેઠક પર સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ ભાજપ અને અપક્ષ ઉમેદવાર સહિત કુલ 55 ફોર્મ રજૂ થયા હતા. આ 55 ફોર્મમાં પણ મોરબીમાં સૌથી વધુ 28 ફોર્મ ભરવામાં આવ્યા હતા તો ટંકારા બેઠકમાં 14 અને વાંકાનેર બેઠકમાં કુલ 16 ફોર્મ ભરવામાં આવ્યા હતા. અંતિમ દિવસે રિટર્નિંગ ઓફીસર કચેરી બહાર સવારથી ઉમેદવારો અને તેમના સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો જે બપોરે 3 વાગ્યા સુધી રહ્યો હતો. આજે ફોર્મ ચકાસણીનો દિવસ હોય, જેથી આ દિવસે એક ઉમેદવાર દ્વારા એક કરતાં વધુ ફોર્મ ભરવામાં આવ્યું હોય અથવા તો અધૂરી વિગતો વાળા કે ભુલ ભરેલી વિગતો સાથેના ફોર્મ રદ કરવામાં આવશે અને બાકીના ફોર્મ માન્ય રાખવામાં આવશે તો બીજી તરફ ગઈકાલે ટંકારા વિધાનસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો એક સમયે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા નીકળ્યા હોય લાંબા સમય સુધી માર્ગ રોકાઈ રહેતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વિધાનસભા ચૂંટણી: મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પરથી કુલ 80 નામાંકન ફોર્મ ભરાયાં
Follow US
Find US on Social Medias