– કેટલાય જિલ્લામાં પુરથી લોકો થયા પ્રભાવિત
– રાહત અને બચાવ કાર્ય હજૂ પણ ચાલુ
આસામમાં સતત થઈ રહેલા વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે પુર અને ભૂસ્ખલનથી સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયું છે. રાજ્યમાં લગભગ 20 જિલ્લામાં 1.97 લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આસામ અને પાડોશી રાજ્યો મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલા વરસાદના કારણે નદીમાં પાણીનું સ્તર વધી ગયું છે અને કોપિલી નદીમાં પાણી ખતરાના નિશાનથી ઉપર જઈ રહ્યું છે.
- Advertisement -
આસામમાં ભારે વરસાદના અને ભૂસ્ખલનના કારણે દીમા હસાઓ જિલ્લાના હાફલોંગ સ્ટેશન પાણીમાં ડૂબી ગયું છે. પુરથી આ સ્ટેશનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે પુરના પાણથી રેલ્વેના પાટા પલ્ટાઈ ગયા.
#Watch Hojai, Assam| Flood situation worsens in Bherbheri area of Assam, rescue operations by SDRF & fire services underway pic.twitter.com/YNCemgqLKL
— ANI (@ANI) May 17, 2022
- Advertisement -
કછાલ જિલ્લામાં જ 51,357 લોકો પ્રભાવિત
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર એકલા કછાલમાં 51,357 લોકો પ્રભાવિત થયા છે. વર્ષનો પ્રથમ વરસાદ હોવાના કારણે 46 તાલુકાના 652 ગામડા પ્રભાવિત થયા છે અને પુરના પાણીથી 16,645.6 હેક્ટર પાક બરબાદ થઈ ગયો છે.
Hojai, Assam| Situation here is tense. SDRF & emergency services are helping. We are using local boats for rescue. There are several villages which have been affected. Extensive rain is causing this flood: Bipin Borah, a police official of Doboka circle pic.twitter.com/SFQHD0xA1O
— ANI (@ANI) May 17, 2022
રાહત અને બચાવ કાર્ય ચાલુ
પુરથી પ્રભાવિત વિસ્તારોમાં મદદ માટે સરકારે ભારતીય સેના, અર્ધ સૈનિક દળ, ફાયર અને ઈમરજન્સી સેવાઓ, એસડીઆરએફ, નાગરિક પ્રાશાસન અને પ્રશિક્ષિત લોકોને રેસ્ક્યૂ માટે તૈનાત કર્યા છે. લોકોને પુરથી પ્રભાવિત વિસ્તારમાંથી કાઢીને રાહત કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે.
Assam | Flood situation worsens in Kampur of Nagaon District, people forced to leave houses pic.twitter.com/zxpUQgEr2j
— ANI (@ANI) May 17, 2022