ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના અધિકારીઓની સતત દેખરેખ હેઠળ રસ્તાઓના સમારકામની કામગીરી ચાલી રહી છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા કોડીનાર તાલુકાના મઠ એપ્રોચ રોડ પર માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર પેચ વર્કની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ સ્થળોએ ડામર અને કપચીના મિશ્રણનો ઉપયોગ કરીને માર્ગ પર પડેલા મોટા ખાડાઓને સમથળ કરવામાં આવી રહ્યા છે.
કોડિનાર તાલુકાના મઠ ગામને જોડતા રસ્તા પર ડામર પેચ વર્કની કામગીરી
