ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જૂનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગ દ્વારા 6 મહત્વના રસ્તાઓ પર ડામર પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી ઋતુમાં માર્ગોની પેચવર્ક કરવા યુદ્ધના ધોરણે કામ હાથ ધરાયું છે.
માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના 6 જેટલા રોડ રસ્તામાં ડામર પેચ વર્કનું કામ હાલમાં વરસાદી વાતાવરણમાં વરાપ રહેતા યુદ્ધના ધોરણે હાથ ધરાયું હતુ. જેમાં ભેંસાણ મોટા કોટડા રોડ, અગતરાય, આખાટીકર, માણાવદર રોડ, ભોજદે એપ્રોચ રોડ, જૂનાગઢ ખામધ્રોળ, મજેવડી, માખિયાળા રોડ, મજેવડી રોડ સહિતના રસ્તાઓમાં રોડ પર ડામર પેચવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે.