હકાલપટ્ટી: અસિત વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર લોકો સામે પણ કડક પગલા ભરવા PM ભુપેન્દ્ર પટેલની સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર કાંડમાં મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગણી ઉગ્ર બનતા અંતે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું માંગી લીધુ હોવાનું જાણવા મળેલ છે. જે અંગેની જાહેરાત આજે સાંજ સુધીમાં થાય તેવી શક્યતાઓ છે. વોરાની સાથે પેપરલીક કાંડમાં જવાબદાર અન્ય લોકો સામે પણ કડક પગલા ભરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી દીધી છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં પણ ResignAsitvora નામથી અભિયાન પણ શરૂ થયું છે.
ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડમાં આમ આદમી પાર્ટી અને વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ અસિત વોરા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં વોરાના રાજીનામાની માંગણી સામે આપનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. જે સંદર્ભમાં ગઈકાલે મુખ્યમંત્રીએ અસિત વોરાને બોલાવી પેપરલીક કાંડ અંગે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવા જણાવ્યું હતું. કારણ કે પેપરલીક કાંડમાં પોલીસ તપાસ બાદ મંડળના અધ્યક્ષ અને સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસના માલિક પણ શંકાના ઘેરામાં આવી જતા સરકાર પણ હરકતમાં આવી ગઈ હતી અને આ મામલે જવાબદારો સામે પગલા ભરવા સક્રિય થઈ હતી. જેના પગલે મુખ્યમંત્રીએ વોરાનું રાજીનામુ માંગી લીધું હોવાનું જાણવા મળેલ છે.
- Advertisement -
ગઈકાલે કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને અસિત વોરા વચ્ચે ખાનગી બેઠક મળી હતી. આ બાદ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ હતી. જોકે સ્વર્ણિમ સંકુલમાંથી બહાર નિકળેલા અસિત વોરાએ કહ્યું-‘ઈખ સાથે મારી શુભેચ્છા મુલાકાત હતી, પેપર લીક બાબતે કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી’ એમ કહીં વોરા રવાના થઈ ગયા હતા.
આ પણ વાંચો: ઑનલાઇન શિક્ષણની આડઅસર બાળકો ગણિતમાં બન્યા ‘ઢગલા’નો ‘ઢ’
https://khaskhabarrajkot.com/2021/12/22/side-effects-of-online-education/