પાકિસ્તાનના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ ફોર્સિસ (ઈઉઋ) તરીકે પદભાર સંભાળતા કહ્યું: ‘ભારત કોઈ ભ્રમમાં ન રહે’; આધુનિક યુદ્ધ માટે સેનાને તૈયાર કરવા પર ભાર મૂક્યો
ખાસ-ખબર ન્યૂઝ ઇસ્લામાબાદ, તા.9
- Advertisement -
પાકિસ્તાનના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ ફોર્સિસ (ઈઉઋ) બનેલા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે સોમવારે ઈઉઋનો પદભાર સંભાળ્યો. તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ હુમલાની સ્થિતિમાં પાકિસ્તાનનો પ્રતિભાવ પહેલાં કરતાં વધુ ઝડપી અને કઠોર હશે.
રાવલપિંડી સ્થિત ૠઇંચમાં યોજાયેલા સમારોહમાં ગાર્ડ ઑફ ઑનર મળ્યા પછી તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, ભારત કોઈ ભ્રમમાં ન રહે. કોઈપણ સંભવિત આક્રમક પગલાં પર પાકિસ્તાનનો પ્રતિભાવ પહેલાં કરતાં વધુ ઝડપી, કઠોર અને વ્યાપક હશે.
મુનીરે કહ્યું હતું કે આધુનિક યુદ્ધ હવે સાયબરસ્પેસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, સ્પેસ, ઇન્ફોર્મેશન વોર, અઈં અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવાં નવાં ક્ષેત્રો સુધી વિસ્તર્યું છે. દળોને આધુનિક પડકારોને અનુરૂૂપ પોતાને ઢાળવા જરૂૂરી છે.
તેમણે કહ્યું હતુું કે પાકિસ્તાન શાંતિપૂર્ણ રાષ્ટ્ર છે. કોઈને પણ ઇસ્લામાબાદની પ્રાદેશિક અખંડિતતા કે સાર્વભૌમત્વને ચકાસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુનીરે ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સેના અને નાગરિકોનાં ધૈર્ય, સહનશીલતાની પ્રશંસા પણ કરી.
પાકિસ્તાન સરકારે 4 ડિસેમ્બરે મુનીરને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (ઈઉઋ) અને ચીફ ઓફ આર્મી સ્ટાફ (ઈઘઅજ) તરીકે નિયુક્ત કર્યા હતા. બંને પદો પર તેમનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. નિયુક્તિને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ મંજૂરી આપી હતી.
મુનીર પાકિસ્તાનના પ્રથમ સૈન્ય અધિકારી છે, જે એકસાથે ઈઉઋ અને ઈઘઅજ બંને પદ સંભાળશે. વડાપ્રધાન શાહબાઝ શરીફે નિયુક્તિની ભલામણ કરતા રાષ્ટ્રપતિને સારાંશ મોકલ્યો હતો. મુનીરને આ જ વર્ષે ફિલ્ડ માર્શલના પદ પર પદોન્નત કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાની સંસદે 12 નવેમ્બરના રોજ સેનાની તાકાત વધારતો 27મો બંધારણીય સુધારો પસાર કર્યો હતો. આ અંતર્ગત મુનીરને ઈઉઋ બનાવવામાં આવ્યા. આ પદ મળતાં જ તેમને પાકિસ્તાનનાં પરમાણુ હથિયારોની કમાન પણ મળી ગઈ, એટલે કે તેઓ દેશની સૌથી શક્તિશાળી વ્યક્તિ બની ગયા છે.
ખરેખર 29 નવેમ્બર 2022ના રોજ જનરલ મુનીરને સેનાપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો મૂળ કાર્યકાળ ત્રણ વર્ષનો હતો, એટલે કે 28 નવેમ્બર 2025ના રોજ પૂરો થઈ ગયો. ગયા મહિને થયેલા બંધારણીય સુધારામાં ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી (ઈઉંઈજઈ)ની જગ્યાએ ઈઉઋ પદ બનાવવામાં આવ્યું જે ત્રણેય સેના વચ્ચે તાલમેલ જાળવી રાખશે. ઈઉંઈજઈ શાહિદ શમશાદ મિર્ઝાના 27 નવેમ્બરે નિવૃત્ત થયા પછી હજુ સુધી અસીમ મુનીર ઈઉઋ બની શક્યા નથી.
મુનીર બોલ્યા, અફઘાનિસ્તાન સરકારે પાકિસ્તાન કે ઝઝઙમાંથી કોઈ એકને પસંદ કરવું પડશે
પાકિસ્તાન-અફઘાનિસ્તાન તણાવ પર મુનીરે કહ્યું હતું કે કાબુલમાં અફઘાન તાલિબાન શાસનને એક સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. અફઘાન તાલિબાન પાસે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ઝઝઙ) અને પાકિસ્તાનમાંથી કોઈ એકને પસંદ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
સરકારે ગયા વર્ષે પ્રતિબંધિત ઝઝઙને ફિતના અલ-ખવારિજ તરીકે સૂચિત કર્યું હતું, જે ઇસ્લામિક ઇતિહાસના એક એવા જૂથનો સંદર્ભ છે જે હિંસામાં સામેલ હતું.
સમારોહમાં ત્રણેય સેનાઓના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. તેમણે નવા બનેલા ડિફેન્સ ફોર્સિસ હેડક્વાર્ટરને ઐતિહાસિક ગણાવતાં કહ્યું હતું કે તેનો ઉદ્દેશ થલસેના, વાયુસેના અને નૌસેનાની સંયુક્ત ક્ષમતાઓને એકજૂટ કરવાનો છે, જેથી મલ્ટી-ડોમેન ઓપરેશનની તાકાત વધારી શકાય.
મુનીરે છેલ્લે જણાવ્યું હતું કે આ મુખ્યાલય ત્રણેય સેનાનાં ઓપરેશનોમાં તાલમેલ કરશે, જ્યારે તેમની સંગઠનાત્મક સંરચના અને સ્વાયત્તતા પહેલાં જેવી જ રહેશે.
સમારોહમાં એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુ અને નૌકાદળના વડા એડમિરલ નવીન અશરફ સહિતના વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. ફિલ્ડ માર્શલ તરીકે મુનીર આગામી પાંચ વર્ષ સુધી ઈઉઋની સાથે આર્મી ચીફનો પદભાર પણ સંભાળશે.



