ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને હરાવી સાતમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફરી એકવાર એશિયામાં પોતાનો દબદબો સાબિત કરી દીધો છે. શનિવારે મહિલા એશિયા કપ 2022ની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાની ટીમને 8 વિકેટથી શાનદાર પરાજય આપ્યો છે.
- Advertisement -
શ્રીલંકાની હાર સાથે ભારતીય મહિલા ટીમે એશિયા કપના ઈતિહાસમાં 7મી વખત ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. અત્યાર સુધીની મહિલા એશિયા કપની 8 સિઝન થઈ છે. જેમાંથી 7 સિઝનમાં ભારતીય ટીમે ટાઈટલ પોતાના નામે કર્યું છે. એટલે કે એક સિઝન સિવાય દરેક વખતે ભારતીય ટીમ ચેમ્પિયન રહી છે. એક સિઝન બાંગ્લાદેશ ગત વખતે જ જીત્યું હતું.
CHAMPIONS 🏆
Congratulations to India on their 7th Women's Asia Cup triumph 👏#WomensAsiaCup2022 | Scorecard: https://t.co/KKwY2tz2Pb | 📸 @ACCMedia1 pic.twitter.com/7U15d7ibT3
- Advertisement -
— ICC (@ICC) October 15, 2022
આ વખતે મહિલા એશિયા કપ બાંગ્લાદેશની યજમાનીમાં રમાયો હતો. ફાઈનલ સહિતની તમામ મેચ સિલહટમાં રમાઈ હતી. શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકન ટીમનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. ભારતીય બોલરો સામે એક પણ બેટ્સમેન ટકી શક્યા નહોતા. શ્રીલંકાએ 20 ઓવરમાં માત્ર જ વિકેટના નુકસાન પર 65 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય મહિલા ટીમે 8.3 ઓવરમાં ટાર્ગેટ પાર પાડ્યો હતો.
માત્ર 9 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી અને બંને પ્લેયર રનઆઉટ થયા હતા. ફિલ્ડિંગમાં પણ ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. ફાસ્ટ બોલર રેણુકા સિંહે 3 વિકેટ ઝડપીને શ્રીલંકન ટીમને સંપૂર્ણપણે ઘૂંટણિયે પાડી દીધી હતી. એ પછી રાજેશ્વરી ગાયકવાડ અને સ્નેહ રાણાએ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.
𝐖𝐇𝐀𝐓. 𝐀. 𝐖𝐈𝐍! 👏 👏
Clinical performance from #TeamIndia as they beat Sri Lanka to win the #AsiaCup2022 title! 🙌 🙌 #INDvSL
Scorecard ▶️ https://t.co/r5q0NTVLQC
📸 Courtesy: Asian Cricket Council pic.twitter.com/C61b4s1Hc2
— BCCI Women (@BCCIWomen) October 15, 2022
મંધાનાએ ફટકારી ફિફ્ટી
ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ સારી રહી હતી, પરંતુ 35 રન પર આવ્યા બાદ બે વિકેટ ગુમાવી દીધી હતી. શેફાલી વર્મા 5 અને જેમિમા રોડ્રિગ્સ 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. પરંતુ સ્મૃતિ મંધાનાએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ઈનિંગને સંભાળી અને મેચ જીતીને વાપસી કરી. મંધાનાએ 25 બોલમાં 51 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે હરમને 14 બોલમાં 11 રન બનાવ્યા હતા. તેની ઇનિંગની મદદથી ભારતીય ટીમે 8.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 71 રન બનાવીને મેચ જીતી લીધી હતી.
શ્રીલંકન ટીમે 9 બેટ્સમેન બે આંકડે ન પહોંચી શકી
શ્રીલંકન ટીમે 9 વિકેટે માત્ર 65 રન બનાવી શકી હતી. એમાં રાણાવીરાએ 18 અને ઓશાદી રાણાસિંઘે 13 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રીલંકાના 9 માંથી કોઈ બેટર બે આંકડે પહોંચ્યા નહોતા. ભારતીય ટીમને મળેલો 66 રનનો ટાર્ગેટ 2 વિકેટ ગુમાવીને બનાવી લેતાં ભારતે 8 વિકેટે મેચ જીતી લીધી હતી.