રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલા દિવસે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 60 રનમાં 5 વિકેટ લીધી હતી. ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબર પર પહોંચી ગયો છે.
રવિચંદ્રન અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં પિતા-પુત્રની જોડીને આઉટ કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. અશ્વિને વર્ષ 2011માં રમાયેલી તેની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં શિવનારાયણ ચંદ્રપોલને આઉટ કર્યો હતો. હવે તેની 93મી ટેસ્ટમાં 12 વર્ષ બાદ શિવનારાયણ ચંદ્રપોલના પુત્ર તેગનારાયણ ચંદ્રપોલને પણ આઉટ કર્યો છે. 36 વર્ષીય ઓફ સ્પિનર અશ્વિને 27 વર્ષીય તેગનારાયણ ચંદ્રપોલને ક્લીન બોલ્ડ કરીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે પહેલો ઝટકો આપ્યો હતો. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેનને સૌથી વધુ ક્લીન બોલ્ડ કરનાર ભારતીય બોલર પણ બની ગયો છે.
- Advertisement -
ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબર પર
રવિચંદ્રન અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલા દિવસે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 60 રનમાં 5 વિકેટ લીધી હતી. હવે તે ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબર પર પહોંચી ગયો છે. તેણે અત્યાર સુધી વેસ્ટ ઈન્ડિઝ સામે 12 મેચમાં 65 વિકેટ ઝડપી છે. અશ્વિને અનુભવી બિશન સિંહ બેદીને પાછળ છોડી દીધા છે. બેદીએ 18 મેચમાં 62 વિકેટ ઝડપી છે.
The moment Ravi Ashwin created history!
The first Indian to pick the wicket of father (Shivnarine) and son (Tagenarine) in Tests. pic.twitter.com/nvqXhLz0ze
- Advertisement -
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2023
વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલરો:
1. કપિલ દેવ – 89 વિકેટ
2. અનિલ કુંબલે – 74 વિકેટ
3. શ્રીનિવાસ વેંકટરાઘવન – 68 વિકેટ
4. રવિચંદ્રન અશ્વિન – 65 વિકેટ
5. ભાગવત ચંદ્રશેખર – 65 વિકેટ
6. બિશન સિંહ બેદી – 62 વિકેટ
Congratulations @ashwinravi99 on reaching a phenomenal milestone of 700 International wickets! Your dedication, skill, and sheer brilliance as a spinner have left a lasting impact on the game. A true legend in the making! @BCCI
— Jay Shah (@JayShah) July 13, 2023
આંતરરાષ્ટ્રીય મેચમાં 700 વિકેટ લેનારો ત્રીજો ભારતીય બન્યો અશ્વિન
અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીમાં 95મી વખત કોઈ બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યો હતો અને એ સાથે જ તેને અનિલ કુંબલે (94)નો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે અશ્વિને તેની 700 આંતરરાષ્ટ્રીય વિકેટ પણ પૂરી કરી લીધી છે. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. આ મામલામાં પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલે ટોચ પર છે, જેણે 956 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. જ્યારે બીજા નંબરના હરભજન સિંહના નામે 711 વિકેટ છે. અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 271 મેચમાં અને 351 ઇનિંગ્સમાં 702 વિકેટ ઝડપી છે.
ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા રવિચંદ્રન અશ્વિન
ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમ્યા છે. તેણે ભારત માટે 93 ટેસ્ટ મેચમાં 702 વિકેટ લીધી છે. આ સિવાય તેની વનડે ક્રિકેટમાં 151 વિકેટ છે. આ સાથે જ તેણે 65 ટી20 મેચમાં 72 વિકેટ ઝડપી છે. બોલિંગ ઉપરાંત, તે નીચલા ક્રમમાં બેટિંગમાં પણ માહેર ખેલાડી છે. અશ્વિને ભારત માટે અત્યાર સુધીમાં 3129 રન બનાવ્યા છે જેમાં 5 સદી સામેલ છે.