રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને વિટંબણા દૂર કરતા તેઓએ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.
કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ સમગ્ર હવે ચિત્ર ધીરે-ધીરે સ્પષ્ટ થતું જઇ રહ્યું છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી પ્રમુખ પદની દાવેદારીને લઈને વધારે અસમંજસની સ્થિતિ હતી ત્યારે હવે તેનો અંત આવ્યો છે. અશોક ગેહલોતે સ્પષ્ટ કરી દીધું છે કે, ‘તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના છે.’ તેમના કહેવા મુજબ, ‘રાહુલ ગાંધીએ નક્કી કરી દીધું છે કે તેઓ રાષ્ટ્રપતિ પદની રેસમાં નહીં હોય, આથી હવે ગેહલોત પોતાનું નામાંકન દાખલ કરશે અને રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી રજૂ કરશે.’
- Advertisement -
Rajasthan CM Ashok Gehlot says, "It's decided that I'll contest (for the post of Congress President). I'll fix the date soon (to file his nomination). It's a need for the Opposition to be strong, looking at the current position of the country." pic.twitter.com/QwYlRhqYpM
— ANI (@ANI) September 23, 2022
- Advertisement -
હું ચૂંટણી લડીશ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને આખરે કન્ફ્યુઝન દૂર કર્યું છે અને એલાન કર્યું છે કે તેઓ ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. ગેહલોતે કહ્યું કે હું ચૂંટણી લડીશ એ નક્કી છે અને આગામી સમયમાં નામાંકન ભરીશ, દેશની હાલની જે પરિસ્થિતિ છે તેને જોતાં વિપક્ષ ખૂબ મજબૂત હોવો જરૂરી છે.
#WATCH | Kerala: "I have requested him (Congress MP Rahul Gandhi) multiple times to accept everyone's proposal of becoming the Congress President. He made it clear that no one from the Gandhi family should become the next chief," said Rajasthan CM Ashok Gehlot pic.twitter.com/yEodA4l7fW
— ANI (@ANI) September 23, 2022
ગાંધી પરિવારમાંથી કોઈ નહીં લડે ચૂંટણી
અશોક ગેહલોતે ચૂંટણી લઈને ગાંધી પરિવારની ભૂમિકા પર પણ ખુલાસો કર્યો હતો, ગેહલોતે કહ્યું મેં ઘણીવાર રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા માટે પ્રસ્તાવ આપ્યો હતો પણ તેમણે ખૂબ જ સ્પષ્ટ કરી દીધું છે કે ગાંધી પરિવારમાંથી કોઈ જ ચૂંટણી લડશે નહીં.
અશોક ગેહલોત છોડી દેશે રાજસ્થાનનું CM પદ!
ચૂંટણી લડવાની જાહેરાત સાથે અશોક ગેહલોતે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ રાજસ્થાનના સીએમ પદ છોડવા જઈ રહ્યાં છે. તેઓએ કહ્યું કે એક વ્યક્તિ એક પદ હેઠળ રાજસ્થાનનું સીએમ પદ છોડશે. સોનિયા ગાંધી અને પ્રદેશ પ્રભારી નક્કી કરશે કે આગળ કમાન કોને મળશે. તમને જણાવી દઈએ કે, અશોક ગેહલોતને હવે કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. ગેહલોત ઉપરાંત શશિ થરૂર, મનીષ તિવારી અને અન્ય કેટલાક નેતાઓ પણ દાવેદારીની રેસમાં ઉભા છે, પરંતુ ગેહલોતને સૌથી મોટા દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. મહત્વનું છે કે, અશોક ગેહલોત 24 સપ્ટેમ્બરે ઉમેદવારી નોંધાવી શકે છે.
Congress issues notification for the party president elections
Nominations to be filed from Sep 24 to Sep 30. If necessary, voting will be held on Oct 17 and the result for the same will be declared on Oct 19 pic.twitter.com/r032tslwyM
— ANI (@ANI) September 22, 2022
ગઇકાલે જ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત 24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી નામાંકન ભરવામાં આવશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના હોવા પર 17 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે અને 19 ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.