જૂનાગઢમાં માતાજીના મઢ અને મંદિરોમાં માઇ ભક્તો ઉપાસના કરશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢમાં માતાજીની આરાધના કરવા વર્ષમાં ચાર નવરાત્રીનું વિશેષ મહત્વ રહે છે. અષાઢી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે. જૂનાગઢ જિલ્લામાં શક્તિપીઠ સહિત માતાજીના મંદિરોએ માઇ ભક્તો અનુષ્ઠાન, પૂજન, ઉપવાસ દ્વારા માતાજીની આરાધના કરવા લીન બનશે. હિન્દુ વર્ષમાં ચાર નવરાત્રી પૈકી અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રીનું પૌરાણીક માન્યતા અનુસાર અન્ય નવરાત્રી કરતા વિશેષ પૂજન, આરતી, શણગાર તથા માતાજીના ગરબા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.
- Advertisement -
જૂનાગઢમાં માંગનારથ રોડ તથા જૂના નાગરવાડા વિસ્તારમાં માતાજીના સ્થાનકોએ બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલે સાંજે 6:30 થી 8 સુધી મોટી સંખ્યામાં માઇ ભક્તો બેઠા ગરબાનું ગાયન કરી માતાજીની આરાધના કરશે. નવરાત્રી મહોત્સવ દરમિયાન માઇ ભક્તો અનુષ્ઠાન, ઉપવાસ, એકટાણા કરી શક્તિની ભક્તિ પૂર્ણ આરાધના કરશે.



