રાજસ્થાન હાઈકોર્ટે જોધપુરની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ધર્મગુરુ આસારામ બાપુને સારવાર માટે સાત દિવસના પેરોલ આપ્યા છે. 85 વર્ષીય બાબા પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે.
આસારામ બાપુને જોધપુરની પોક્સો કોર્ટે તેના આશ્રમમાં એક સગીર પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ગુજરાતની એક ટ્રાયલ કોર્ટે બાબાને 2013માં તેના સુરતના આશ્રમમાં એક મહિલા શિષ્યા પર ઘણી વખત બળાત્કાર કરવા બદલ દોષી ઠેરવ્યો હતો.
- Advertisement -
આસારામ 2013થી જેલમાં છે
આસારામ 2 સપ્ટેમ્બર, 2013થી જેલમાં છે, ત્યારબાદ તેણે જેલમાંથી બહાર આવવા અને જામીન મેળવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા પરંતુ તે નિષ્ફળ ગયો. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં જ જેલમાં સજા કાપી રહેલા આસારામને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, જેના કારણે તેમને જોધપુર એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
માર્ચમાં અરજી ફગાવી દેવામાં આવી હતી
માર્ચની શરૂઆતમાં, સુપ્રીમ કોર્ટે આસારામ બાપુની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં તેમણે તબીબી આધાર પર તેમની સજાને સ્થગિત કરવાની તેમની અરજીને નકારી કાઢવાના રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.
જો કે, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ધર્મગુરુ તબીબી સારવારની પરવાનગી માટે હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે.આસારામ બાપુએ પોતાના વકીલો મારફતે દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેમની તબિયત અનિશ્ચિત છે અને ઝડપથી બગડી રહી છે.
- Advertisement -