ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.14
હિંસાની તાજેતરની ઘટનાઓ અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તાત્કાલિક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) ની 20 વધારાની કંપનીઓ મોકલી છે, જેમાં લગભગ 2,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે રાત્રે આ સૈનિકોને તાત્કાલિક હવાઈ માર્ગે મોકલવા અને તૈનાત કરવાનો આદેશ જારી કર્યો છે. સોમવારે મણિપુરના જીરીબામમાં સુરક્ષા દળો દ્વારા હમાર સમુદાયના શંકાસ્પદ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ પછી, ત્રણ બાળકો સહિત મેઇટી સમુદાયના 6 લોકો હજુ પણ આ વિસ્તારમાંથી ગુમ છે.
- Advertisement -
12 નવેમ્બરે જારી કરાયેલા આદેશમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 30 નવેમ્બર સુધી CAPFની 20 કંપનીઓ રહેશે, જેમાં 15 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CAPF) અને 5 બોર્ડર સિક્યુરિટી ફોર્સની કંપનીઓનો સમાવેશ થાય છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “CAPF ની 20 વધુ કંપનીઓની તૈનાતી સાથે, CAPFની કુલ 218 કંપનીઓ; CAPFની 115, CAPF ની 8, CAPFની 84, જજઇની 6 અને ઈંઝઇઙની 5 મણિપુરમાં 30 નવેમ્બર સુધી તૈનાત કરવામાં આવશે.” કેન્દ્રએ પોતાના આદેશમાં મણિપુર સરકારથી સંબંધિત CAPF સાથે પરામર્શ કરને તેની વિગતવાર જમાવટ યોજના તૈયાર કરવા જણાવ્યું છે.
મણિપુરના જીરીબામ જિલ્લામાં સોમવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CAPF) સાથેની ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 11 શંકાસ્પદ ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. અથડામણ ત્યારે થઈ જ્યારે છદ્મ વર્ધીધારી અને અત્યાધુનિક શસ્ત્રોથી સજ્જ ઉગ્રવાદીઓએ બોરોબેકરા પોલીસ સ્ટેશન અને જીરીબામ જિલ્લાના જાકુરાધોર ખાતે નજીકના CAPF કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. ભીષણ અથડામણ બાદ CAPFએ અત્યાધુનિક હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો હતો.