સુરતમાં રખડતા શ્વાન બે બાળકોનો ભોગ લીધો
ગુજરાતમાં રખડતા ઢોર અને શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. સુરતમાં છેલ્લા 40 દિવસમાં રખડતા શ્વાનોએ 3 લોકોનો ભોગ લીધો છે. જેમાં બે બાળકો જીવ ગુમાવી ચૂક્યાં છે. ત્યારે શહેરના મેયરે આ બાબતે નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપતાં કહ્યું હતું કે, શ્વાનોમાં ડાયાબિટીશનું પ્રમાણ વધ્યું છે એટલે તેઓ આક્રમક થઈ રહ્યાં છે.
સુરતમાં છેલ્લા 40 દિવસમાં રખડતાં શ્વાનના હૂમલામાં બે બાળકોનો જીવ ગયો છે. 29 માર્ચે સુરતમાં કૂતરાના હૂમલા બાદ સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અમરોલીમાં પણ બે બાળકો પર રખડતાં શ્વાને હૂમલો કર્યો હતો. સુરતમાં રખડતા શ્વાન આતંક મચાવી રહ્યાં છે. ત્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે. શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલાએ આ અંગે એવું જણાવ્યું હતું કે, રખડતા શ્વાનોમાં ડાયાબિટિશનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે તેઓ આક્રમક થઈ રહ્યાં છે.