ઈરાનમાં તેહરાનથી ચીન જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ફ્લાઇટ લગભગ 45 મિનિટ સુધી દિલ્હીના એરસ્પેસમાં રહી હતી.
ઈરાનમાં તેહરાનથી ચીન જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. જ્યારે માહિતી મળી ત્યારે ફ્લાઇટ દિલ્હીની આસપાસમાં હતી. આવી સ્થિતિમાં ફ્લાઇટના પાયલોટે દિલ્હી એરપોર્ટથી ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. સુરક્ષાના કારણોસર દિલ્હી એરપોર્ટે ફ્લાઈટને લેન્ડ થવા દીધી નહોતી. લાંબા સમય સુધી હવામાં રાહ જોયા બાદ ફ્લાઇટ ચીન માટે રવાના થઇ ગઇ છે. આ સમગ્ર ઘટનામાં દિલ્હી એરપોર્ટે પણ જયપુર એલર્ટ જાહેર કર્યું હતું. જો કે જયપુર એરપોર્ટ પર ફ્લાઇટના લેન્ડિંગ માટે મંજૂરી માંગવામાં આવી ન હતી. આ સમાચાર મળતાં જ ફ્લાઇટની પાછળ સુખોઇ વિમાન મોકલવામાં આવ્યું હતું.
- Advertisement -
દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ માટે પરમિશન માંગી હતી
મળતી માહિતી મુજબ મહાન એરલાઈન્સની ફ્લાઈટ W-581 તેહરાનથી ચીનના ગ્વાંગઝૂ એરપોર્ટ માટે રવાના થઈ હતી. જ્યારે તે જઈ રહી હતી ત્યારે તેમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ દરમિયાન ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સે દિલ્હી એટીએસ પાસે ઈમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માંગી હતી. પરંતુ સુરક્ષાના કારણોસર ફ્લાઇટને ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સવારે લગભગ 9.30 વાગ્યે પરવાનગી માંગવામાં આવી હતી. આ પછી, ફ્લાઇટ લગભગ 45 મિનિટ સુધી દિલ્હીના એરસ્પેસમાં રહી છે. લાંબી રાહ જોયા બાદ ફ્લાઇટને તેના રૂટ પર ડાયવર્ટ કરી દેવામાં આવી હતી.
IAF jets were scrambled after info was received & we were following it maintaining a safe distance as per SOPs. However, the aircraft was allowed to continue on its flight towards China after Iranian agencies asked us to disregard the threat: IAF Sources
— ANI (@ANI) October 3, 2022
- Advertisement -
2 કલાકથી હવામાં છે પ્લેન
જાણકારી મુજબ હાલ આ ફ્લાઈટ બાંગ્લાદેશના એરસ્પેસમાં છે. આ વિમાન આગામી બે કલાકમાં ચીનના એરપોર્ટ પર ઉતરશે. જો કે વિમાન 2 કલાકથી વધુ સમયથી હવામાં આગળ વધી રહ્યું છે. આ ફ્લાઇટ લગભગ 2 કલાકથી હવામાં ઝૂલી રહી છે. જો કે, બોમ્બના સમાચાર પર કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
જયપુર એરપોર્ટને અપાઈ સૂચના
આ સમગ્ર મામલે એટીએસે જયપુર એરપોર્ટને પણ એલર્ટ જાહેર કર્યું હતું. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે દિલ્હીમાં ઉતરવાની મંજૂરી ન મળ્યા બાદ ફ્લાઇટ જયપુર એરપોર્ટનો સંપર્ક પણ કરી શકે છે. જો કે લગભગ દોઢ કલાક સુધી દિલ્હીના એરસ્પેસમાં રહ્યા બાદ ફ્લાઇટને તેના રૂટ પર જ ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સે જયપુર એરપોર્ટનો સંપર્ક કર્યો નથી.
Indian Air force confirms to ANI that the China-bound Mahan Air flight which had a bomb threat is now out of Indian airspace pic.twitter.com/i6rPfWjInW
— ANI (@ANI) October 3, 2022
એરફોર્સે આપી માહિતી
એરફોર્સે માહિતી આપતા જણાવ્યું કે બોમ્બની ધમકી મળેલી ફ્લાઈટ હવે ભારતના એરસ્પેસની બહાર છે. ભારતીય એરફોર્સે સુરક્ષાના કારણોસર ફ્લાઇટની પાછળ સુખોઇ વિમાન મોકલવામાં આવ્યું હતું.