લીલી પરિક્રમા દરમિયાન સિંહ દેખાયા, શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ
જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમા કરવા પ્રતિ વર્ષ 8 થી 10 લાખ લોકો દેશભરમાંથી ઉમટી પડતા હોય છે. પરંતુ આ વર્ષે પણ કોરોનાની અસર ઓછી થતા ઘણા ભાવિકો પરીક્રમા યોજાશે તેવા હેતુથી પહેલા જ આવી ગયા હતા અને ત્યાર બાદ ગણતરીના કલાકો બાકી હતા ત્યારે પરિક્રમા થશે તેવા સમાચાર મળતા ભક્તોનું ઘોડાપૂર ભવનાથ તળેટી તરફ જોવા મળ્યું હતું. ત્યારે અનેક ભાવિકો કોઈ પણ સુવિધા વગર પોતાનું ભોજન સાથે લાવીને પણ પરિક્રમા કરવા તૈયાર છે.
જૂનાગઢ ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા અતિ કઠિન માનવામાં આવે છે. ગિરનાર ફરતે 36 કિલોમીટર ચાલીને ત્રણ રાત્રિનું રોકાણ થાય છે. ત્યારે વર્ષોથી વહીવટી તંત્ર દ્વારા 15 દિવસ અગાઉ તૈયારીઓ કરવામાં છે. પણ આ વર્ષે તંત્ર દ્વારા પહેલા માત્ર 400 લોકો પરિક્રમા કરશે તેવી છૂટ આપવામાં આવી હતી. ત્યારે સામાજીક સંસ્થાની સાથે અનેક આગેવાનોએ પરિક્રમા થવી જોઈએ તેવી ધારદાર રજૂઆત કરતા અંતે છેલ્લી ઘડીયે ભાવિકોને પરિક્રમા કરવાની છૂટ અપાઈ હતી. આ સમાચાર મળતા જ ભાવિકોનો ઘસારો ભવનાથ તરફ જોવા મળ્યો હતો અને મોડી રાત સુધીમાં 50 હજાર જેટલા ભાવિકો પરિક્રમા રૂટ ઉપર જોવા મળ્યા હતા. ત્યારે ગિરનાર જંગલના પરિક્રમા રૂટ પર કોઈ પણ જાતની સુવિધા ઉભી કરવામાં આવી નથી. ભક્તો માટે લાઈટ, પાણી, ભોજન અને રસ્તા સહિતની સુવિધાનો અભાવ છે. જેના લીધે પરિક્રમા કરવા આવતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
- Advertisement -
ભવનાથ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સિંહ પરિવારનાં ધામા

ભવનાથમાં એકત્રિત થયેલ આશરે એક લાખ પરિક્રમાર્થીઓમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ તેવામાં પરિક્રમા દરિમયાન ભવનાથની તળેટીમાં સિંહ દેખાતા લોકોના ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જો કે પરિક્રમા માટે લાખોની ભીડ વચ્ચે સિંહની હાજરીથી ભયનો માહોલ સર્જાતા વન વિભાગ દોડતું થયું હતું અને વન વિભાગે સિંહને પરિક્રમા રૂટથી દૂર ખસેડવા કામગીરી હાથધરી, પરિક્રિયામાં ચાલી રહી છે ત્યારે ભવનાથ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સિંહ પરિવારે ધામા નાખ્યા છે, જેને લઈને હવે વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને લોકોને ચાવચેતી સાથે પરિક્રિમાં કરવાની અપીલ કરી છે.
- Advertisement -



