એક્ટર રણદીપ હુડાએ ગઈકાલે પોતાની ગર્લફ્રેન્ડ લિન સાથે મણિપુરી રીત-રિવાજ સાથે લગ્ન કર્યા. એક્ટરે હવે પોતાની વેડિંગની સુંદર તસવીરો શેર કરી તમામ વિધિની ઝલક શેર કરી છે.
બોલિવુડ એક્ટર રણદીપ હુડાએ પોતાની ગર્લફ્રેન્ડ લિન લેશરામની સાથે બુધવારે મણિપુરના ઈંફાલમાં પારંપરિક રિત-રિવાજો સાથે લગ્ન કર્યા. રણદીપે સોશિયલ મીડિયા પર હવે પોતાની મણિપુરી લગ્નની સુંદર તસવીરો શેર કરી છે.
- Advertisement -
View this post on Instagram- Advertisement -
રણદીપે લગ્નના ફોટો કર્યા શેર
ફોટોમાં રણદીપ વ્હાઈઠ કલરના પારંપરિક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. રણદીપે પારંપરિક આઉટફિટમાં Kokyet પાઘડી, પુણ્યાત એટલે કે કુર્તો, ફીઝોમ એટલે કે ધોતી અને ઈન્નાફી પહેરી છે.
ત્યાં જ રણદીપની દુલ્હન લિનએ પોટલોઈ, જાડા કપડા અને વાંસથી બનેલી એક સ્કર્ટ પહેરી છે. જે સાટન અને વેલવેટ મટીરિયલની સાથે સાથે જેમ્સ અને ગિલિટર્સથી એમ્બેલિશ્ડ કરવામાં આવ્યું હતું. લિન પણ મણિપુરી દુલ્હન બનીને ખૂબ જ સુંદર લાગી રહી હતી.
View this post on Instagramવરમાળાના સુંદર ફોટો
ફોટોમાં રણદીપ અને લિનના લગ્નની વિધિની ઝલક જોવા મળી રહી છે. આ ફોટોમાં લિન રણદીપને વરમાણા પહેરાવવા માટે તૈયાર દેખાઈ રહી છે. લગ્નની વિધિ ઈમ્ફાલના ચુમથાંગ શન્નાપુંગ રિસોર્ટમાં થઈ. જ્યાં અભિનેતા રણદીપ હુડ્ડા અને લિન લેશરામ પારંપરિક મેતેઈ વિવાહ સમારંભમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા.



