બીએસએનએલને લાભ: 30 લાખ ગ્રાહક વધ્યા
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલાં ડેટા અનુસાર રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયાને જુલાઈની શરૂઆતમાં ટેરિફમાં વધારાને કારણે, યુઝર્સમાં મોટો ઘટાડોનો સામનો કરવો પડયો હતો. આ ખાનગી કંપનીઓએ જુલાઈમાં રેટમાં 11-25 ટકાનો વધારો કર્યો હતો.
- Advertisement -
રાજ્ય સંચાલિત ભારત સંચાર નિગમ, જેને ટેરિફ વધારવાનું ટાળ્યું હતું, તે એક માત્ર ટેલકો હતી જેને નવાં સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યાં હતાં. જીયો, એરટેલ અને વીઆઇએ અનુક્રમે 750000,1.69 મિલિયન અને 1.41 મિલિયન યુઝર્સ ગુમાવ્યાં હતાં, તેમનાં ગ્રાહક ઘટીને અનુક્રમે 475.76 મિલિયન, 387.32 મિલિયન અને 215.88 મિલિયન થઈ ગયાં હતાં. બીએસએનએલ 2.93 મિલિયન ગ્રાહકો વધ્યાં હતાં.
ટેલિકોમ સેક્ટરના એક વિશ્લેષકે જણાવ્યું હતું કે, ભારતની ટોચની ખાનગી કંપનીઓના ગ્રાહકો એક મહિનામાં જ બીએસએનએલને મળી ગયાં હતાં. પરંતુ આ બન્યું હતું કારણ કે તેને જુલાઈમાં પોતાનાં દરમાં વધારો કર્યો ન હતો. પરિણામે, જુલાઈમાં જીયો ,એરટેલ અને વીઆઇનો ગ્રાહક બજાર હિસ્સો પાછલાં મહિનાની સરખામણીએ અનુક્રમે ઘટીને 40.68 ટકા, 33.12 ટકા અને 18.46 ટકા થયો હતો. બીએસએનએલનો ગ્રાહક બજાર હિસ્સો વધીને 7.59 ટકા થયો હતો. જુલાઈમાં 2.56 મિલિયન યુઝર્સ મેળવતાં એરટેલ એકમાત્ર ખાનગી કંપની હતી જેને 4Gઅને 5G વપરાશકર્તાઓને વધુ ચૂકવણી કરી હતી. જીયો એ 760000 ગ્રાહકો ગુમાવ્યાં હતાં, જ્યારે વીઆઇએ 1.1 મિલિયન ગ્રાહકો ગુમાવ્યાં હતાં.
વીઆઇ હજુ સુધી 5G સર્વિસ આપતું નથી . બીએસએનએલ પણ 5Gઆપતું નથી પણ તેને કેટલાક વિસ્તારોમાં 4G શરૂ કર્યું છે. કંપનીએ જુલાઈમાં સૌથી વધુ 4.59 મિલિયન વાયરલેસ બ્રોડબેન્ડ યુઝર મેળવ્યાં હતાં, જેનાથી તેનાં મોબાઈલ બ્રોડબેન્ડ યુઝરની સંખ્યા વધીને 25.42 મિલિયન થઈ હતી. બીએસએનએલએ ત્રણ ખાનગી ટેલિકોમ કંપનીઓને પણ પછાડીને જુલાઈમાં 2.91 મિલિયન ગ્રાહકો મેળવ્યાં હતાં અને તેના કુલ ગ્રાહકોની સંખ્યા 49.49 મિલિયન થઈ હતી. વીઆઇ, એરટેલ અને જીયોએ અનુક્રમે 3.03 મિલિયન, 1.17 મિલિયન અને 210000 વપરાશકર્તાઓ ગુમાવ્યાં હતાં.