5 DySp, 14 PI, 52 PSI, 950 પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢમાં મોર્હોરમ નિમિતે જિલ્લામાંથી કુલ 76 જેટલા સ્થળેથી તાજીયા ઝૂલુસ નિકળશે. એસપીના અઘ્યક્ષ સ્થાને તાજીયા કમિટી, એકતા સમિતિ તેમજ તાજીયા આયોજકોની બેઠક મળી હતી. જેમાં બંદોબસ્ત સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
- Advertisement -
જૂનાગઢમાં મોર્હોરમ નિમિતે તા.14ના ઇલમવિધી થશે. તા.16ના તાજીયા પડમાં આવશે. ત્યાર બાદ ઝુલુસ નીકળશે. તા.18ના ઝુલુસ પૂર્ણ થશે. એસપીની અઘ્યક્ષતામાં તાજીયા કમિટી, એકતા સમિતી અને તાજીયા આયોજકોની બેઠક મળી હતી.
જેમાં જૂનાગઢ જિલ્લામાંથી મુખ્ય 76 તાજીયા નિકળશે. જૂનાગઢમાં મુખ્ય તાજીયા લીમડા ચોક પાસે સેજની ટાંકી પાસેથી નીકળશે. ઝુલુસ દરમ્યાન પાંચ ડીવાયએસપી, 14 પીઆઇ, 52 પીએસઆઇ, 950 પોલીસકર્મી, 100 હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં રહેશે.
ઝુલુસમાં કોઇ અડચણ ઉભી ન થાય કે ઝુલુસુનો ભાગ ન હોય એવા વ્યક્તિની ઓળખ માટે સ્વયં સેવકોને રાખીતેની યાદી પોલીસને આપવા સુચન કરવામાં આવ્યુ હતુ. તેમજ તાજીયાના ઝુલુસ નિમિતે અનેક રસ્તાઓ વનવે જાહેર કરાયા છે જેનું જાહેરનામુ બહાર પાડી તેની અમલવારી મોર્હોરમ નિમિતે કરવામાં આવશે.