મનપા, વહીવટી તંત્ર, આયુષ હોસ્પિટલ સાથે પોલીસ તંત્રનું સંયુક્ત આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢ મનપા,આયુષ હોસ્પિટલ તેમજ અને પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરીજનોમાં સ્વચ્છતા અને આરોગ્ય માટે જનજાગૃતિ આવે તે માટે પાંચ કિમી મેરેથોન દોડનું ભવ્ય આયોજન ભવનાથ ખાતે કરવામાં આવેલ હતું.જેમાં કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર ડો.ઓમ પ્રકાશ, ડીડીઓ નીતિન સાંગવાન અને નાયબ કમિશનર અજય એસ. ઝાંપડા, ડીવાયએસપી. નંદાણીયા, પઢિયાર, આસિ.કમિશનર જયેશભાઈ પી.વાજા, આસિ.કમિશનર કલ્પેશ ટોલિયા, આયુષ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.ચીરાગ માકડીયા, ડો.મીલન મકવાણા, આદિત્ય મેહતા, સતીષ સીંઘ તથા ચેરમેન અને પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત મહાનુભવો દ્વારા ફ્લેગ આપી મેરેથોન દોડની શરૂવાત કરવામાં આવી હતી તેમજ જૂનાગઢ મનપા સોલીડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના સુપરવાઈઝર તેમજ સ્ટાફ, નિવૃત આર્મી જવાન, એનસીસી અધિકારી અને કેડેટ્સ સાથે આયુષ હોસ્પિટલના સ્ટાફ અને 6000 જેટલા સ્પર્ધકો જોડાયા હતા. તેમાં જાહેર થયેલ વિજેતાઓને ઈનામ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યા હતા.



