મોરબીનાં હળવદ જીઆઇડીસીમાં કરૂણ ઘટના સર્જાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યુ, મૃતકોને રૂ.4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50,000ની રાજ્ય સરકારની જાહેરાત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ જીઆઇડીસીમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતાં દટાઈ ગયેલા 12 શ્રમિકનાં મોત નીપજ્યાં છે, જ્યારે 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તંત્ર દ્વારા જેસીબીની મદદથી દીવાલના કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે દુ:ખ વ્યકત કર્યું છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, હળવદ ૠઈંઉઈમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં મીઠાની કોથળી ભરવાની રાબેતા મુજબ કામગીરી ચાલી રહી હતી. ત્યારે બારેક વાગ્યાના અરસામાં અચાનક કારખાનાની દીવાલ ધસી પડતાં અંદાજે 20થી 30 જેટલા શ્રમિકો દટાઈ જતાં તાબડતોબ હિટાચી અને જેસીબીની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં 12 શ્રમિકનાં મોત નીપજ્યાની વિગતો સામે આવી છે. હજુ પણ અનેક શ્રમિકો મીઠાની બેગ અને દીવાલના કાટમાળ હેઠળ દટાઈ ગયેલા હોય તેને કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઘટનામાં માસૂમ બાળકો પણ ભોગ બન્યાં હોવાની આશંકા
મૃતકોનાં નામની યાદી
રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા
કાજલબેન જેશાભાઈ
દક્ષાબેન રમેશભાઈ કોળી
શ્યામભાઈ રમેશભાઈ કોળી
રમેશભાઈ મેઘાભાઈ કોળી
દિલાભાઈ રમેશભાઈ કોળી
દીપકભાઈ દિલીપભાઈ સોમાણી
રાજુભાઈ જેરામભાઈ
દિલીપભાઈ રમેશભાઈ
શીતબેન દિલીપભાઈ
રાજીબેન ડાયાભાઈ ભરવાડ
દેવીબેન ડાયાભાઈ ભરવાડ