આ વર્ષે 128.8 ટન જેટલું જૂનુ સોનું બજારમાં આવી શકે છે
જવેલરી-સોનું (22 કેરેટ) રૂા.62895ને પાર
- Advertisement -
નવી ડિઝાઈન- હળવા વજનના ઘરેણાની માંગ વધતા જવેલર્સ પણ ખુદના સ્ટોકને રીસાયકલીંગ કરે તેવા સંકેત
2023માં રીસાયકલ સોનુ જે માર્કેટમાં આવ્યું હતું તે 117.1 ટન હતું અને 2024મા તેમાં 10% વધારાનો અંદાજ છે તેથી 128.8 કે તેથી વધુ જૂનુ સોનુ માર્કેટમાં આવી શકે છે. આ વર્ષે સોનાની કિંમત અંદાજે 15% વધી ચૂકી છે. ગઈકાલે જવેરાતી સોનુ (22 કેરેટ)નો ભાવ રૂા.1292 વધીને રૂા.62985 થયો હતો જે પણ એક રેકોર્ડ સ્તર પર છે. ભારતના ઘરોમાં અંદાજે 27000 ટન સોનાના ભંડાર છે.
ગોલ્ડ રીસાયકલીંગમાં 85% આ પ્રકારે જૂના ઘરેણાનું પ્રમાણ હોય છે અને જે રીતે ભાવ વધી રહ્યા છે તેનાથી જૂના સોનાનું રીસાયકલીંગ 10% સુધી વધવાની ધારણા છે જેનો 2019નો રેકોર્ડ પણ તૂટી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રિપોર્ટ મુજબ 2019માં કુલ 119.7 ટન જૂનુ સોનુ રીસાયકલીંગ માટે બજારમાં આવ્યુ હતું તે રેકોર્ડ તુટીને 2024ના વર્ષના અંત સુધીમાં 128.8 ટન જૂનુ સોનું માર્કેટમાં આવી શકે છે.
- Advertisement -
જૂનું સોનું ભાવ વગરના કારણે પણ અનેક વખત બજારમાં આવતું હોય છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં જો દુષ્કાળ કે અર્ધદુષ્કાળની સ્થિતિ હોય તો અને પાસ સારો ન થાય તો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તેના વ્યવહાર નિભાવવા માટે જૂનુ સોનુ વેચે છે.
તો બીજી તરફ નવી ડિઝાઈન, જડાઉ ઘરેણાની માંગ પુરી કરવા જૂના ઘરેણાનું રીસાયકલીંગ થાય છે. આ ઉપરાંત ગોલ્ડ લોન આપતી કંપનીઓ તેના ડિફોલ્ટર લોનીના નાણા વસુલવા માટે જૂનુ સોનુ બજારમાં વેચે છે અને સૌથી મહત્વનું જેમાં સોનામાં ઈન્વેસ્ટર છે તેમાં અમલ સમયે નફો બુક કરવા માટે જૂનુ સોનું વેચતા હોય છે.
આ ઉપરાંત જવેલર્સ અનેક વખત ડિઝાઈનને અનુરૂપ જવા માટે તેના જૂના સ્ટોકના ઘરેણા રીસાયકલ કરતા હોય છે. વિશ્વમાં નવા સોનાની શોધ કરતા રીસાયકલીંગ વધી રહ્યું છે.
દુનિયાભરમાં ગોલ્ડની સપ્લાયમાં 9% હિસ્સો રીસાયકલીંગનો રહ્યો છે જે 9% જેટલી હતી અને જયારે માઈનીંગ એટલે કે નવા સોનાનો પુરવઠો ફરી 1% વધ્યો હતો અને કુલ ગોલ્ડ સપ્લાય 3% વધી હતી.
જૂનુ સોનું બજારમાં આવે તે સરકાર પણ ઈચ્છે છે. કારણ કે ભારતમાં સોનાની માંગ સતત વધતી જાય છે અને તેના કારણે આયાતમાં વિદેશી હુંડીયામણનો મોટો હિસ્સો ફાળવવો પડે છે જેમ જૂનુ સોનુ વધુ બજારમાં આવે તેટલી આયાત ઘટે તો સરકાર માટે પણ રાહત રહેશે. આમ ડોલર સામે રૂપિયો પણ મજબૂત બને છે.