આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર નડાબેટમાં યોજાઇ..જ્યાં સૌની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ યોગ કર્યા
વિશ્વભરમાં આજે 10મા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર નડાબેટમાં યોજાઇ..જ્યાં 2500 લોકોએ એક સાથે યોગ કર્યા..
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ સૌની સાથે મળીને યોગ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે શ્રેય
- Advertisement -
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કરવાનો શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જાય છે. તેમની જ પ્રેરણાથી યુનાઇટેડ નેશન્સ દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કાશ્મીરમાં દાલ લેકના કિનારે યોગ કર્યા હતા.. લગભગ સાત હજાર લોકો આ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.