આર્યસમાજ દસ્તાવેજોની ચકાસણી વિના જ લગ્ન કરાવી દેતું હોવાની આકરી ટકોર, અદાલતમાં માન્ય ન રહે
આર્યસમાજના પ્રમાણપત્રો લગ્ન થઇ ગયાના પૂરાવારુપ ન હોવાનો ચૂકાદો અલ્હાબાદ હાઇકોર્ટે આપ્યો છે. આર્યસમાજ દ્વારા ઇસ્યુ કરાતા લગ્ન પ્રમાણપત્રો વિશે આકરી ટિપ્પણી કરતાં વડી અદાલતે જણાવ્યું હતું કે ધાર્મિક સુધારાવાદી સંગઠન દસ્તાવેજોની સત્યતા ચકાસ્યા વિના જ લગ્ન કરાવી દેતી હોય છે અને એટલે અદાલતમાં આ લગ્નો માન્ય રહેતા નથી.
- Advertisement -
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટીસ સૌરવ શ્યામ શમશેરીએ કહ્યું કે, જુદા જુદા આર્યસમાજના લગ્ન પ્રમાણપત્રોથી અદાલત ઉભરાઈ રહી છે. અન્ય હાઇકોર્ટ તથા અદાલતોમાં પણ આ પ્રકારના પ્રમાણપત્રો રજૂ થતા હોવાથી ગંભીર સવાલ ઉભા થાય છે. દસ્તાવેજો સાચા છે કે કેમ તે વિચાર્યા વિના જ લગ્નો કરાવી દઇને સંગઠનનો દુરુપયોગ થાય છે.
ભોલાસિંહ નામની એક વ્યક્તિએ ગાઝીયાબાદ આર્ય સમાજ મંદિરનુંં લગ્ન પ્રમાણપત્ર રજૂ કરીને કાયદેસર વિવાહ કર્યા હોવાનો દાવો કર્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટે આ દાવો ફગાવી દઇને તેમ કહ્યું કે લગ્નની નોંધણી થઇ ન હોવાથી માત્ર આર્ય સમાજના પ્રમાણપત્રના આધારે લગ્ન થયાનું ગણી ન શકાય.
ભોલાસિંહના કેસમાં અદાલતે એવું પણ નોંધ્યું હતું કે કોપર્સ યાચીને ભોલાસિંહે પોતાની પત્ની ગણાવી છે. કોપર્સના પિતાએ તેનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી છે. કોપર્સ સગીર નથી છતાં ફરિયાદ દાખલ થઇ છે અને પોલીસ તપાસ ચાલુ છે ત્યારે તેના દ્વારા ગેરકાયદે ગોંધી રાખવામાં આવ્યાનું પણ માલુમ પડતું નથી.