જામીનનો નિર્ણય હવે 20 તારીખે
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પરનો ચુકાદો 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો છે. આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે અને તેણે 20 ઓક્ટોબર સુધી અહીંયા જ રહેવું પડશે. આર્યનને જ્યારે જાણ થઈ કે તેને જામીન નથી મળ્યા ત્યારે તે એકદમ ભાંગી પડ્યો હતો. તેણે વીડિયો કોલ પર પેરેન્ટ્સ સાથે વાત કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આર્યન ખાને વીડિયો કોલ પર શાહરુખ તથા ગૌરી સાથે વાત કરી હતી. 10 મિનિટની વાતચીતમાં આર્યન ખાન એકદમ ભાંગી પડ્યો હતો અને રડવા લાગ્યો હતો. ફોન પર શાહરુખ-ગૌરી પણ એકદમ ભાવુક થઈ ગયા હતા અને તેમણે દીકરાને શાંત પાડ્યો હતો. કોવિડ 19ને કારણે જેલના નવા નિયમો પ્રમાણે, જેલના કેદીઓ પરિવારને મળી શકતા નથી, પરંતુ વીડિયો કોલ પર વાત કરી શકે છે. આર્થર રોડ જેલમાં 11 સ્માર્ટ ફોન લગાવવામાં આવ્યા છે અને કેદીઓને મહિનામાં બેથી ત્રણ વાર પરિવાર સાથે વાતચીત કરાવાય છે.



