અમેરિકાની યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ને બંધ કરવાની ઈલોન મસ્કની માંગ વચ્ચે Perplexity AIના ભારતીય મૂળના સીઈઓ અરવિંદ શ્રીનિવાસે ટેસ્લાના ફાઉન્ડરને પડકાર્યા છે. USAID બંધ કરવાની જાહેરાતથી ઘણા દિગ્ગજ ટેક નેતાઓ અને પરોપરકારીઓ નાખુશ થયા છે. તેનાથી લાખો લોકોની સુખાકારી અને જીવ પર જોખમ ઉભું થવાની ચિંતા પણ વ્યક્ત કરી છે.
AI સર્ચ એન્જિન Perplexity AI ના ભારતીય મૂળના CEO અરવિંદ શ્રીનિવાસે સોશિયલ મીડિયા X પર ઈલોન મસ્કને ટેગ કરતાં પડકાર ફેંક્યો છે કે, તે યુએસએઆઈડી પાસેથી 500 અબજ ડોલરનું ફંડ એકઠું કરવા જઈ રહ્યો છે, હિંમત હોય તો રોકી બતાવો. શ્રીનિવાસ અવાનરવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ઈલોન મસ્ક અમેરિકાની નવી ટ્રમ્પ સરકારમાં DOGE (ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ ઈફિશિયન્સી)ના પ્રમુખ છે. નોંધનીય છે કે, આ પોસ્ટ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક દ્વારા ફેડરલ એજન્સી યુએસએઆઈડી બંધ કરવાની જાહેરાત બાદ કરવામાં આવી છે. ફેડરલ કોર્ટે યુએસએઆઈડીના 2200 કર્મચારીઓને પેઈડ લીવ પર રાખી એજન્સીની યોજના પર અસ્થાયી પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.
- Advertisement -
કોણ છે અરવિંદ શ્રીનિવાસ?
USAID બંધ કરવાનો બિલ ગેટ્સે પણ વિરોધ કર્યો
બિલ ગેટ્સે કહ્યું કે, USAID વિશ્વમાં માનવતાવાદી પગલાંઓ લેવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેના લીધે લાખો લોકોના મૃત્યુદર ઘટ્યા છે. જે વિશ્વના લોકોની સુખાકારી અને કલ્યાણ માટે કામ કરે છે. મારૂ ફાઉન્ડેશન પણ USAID સાથે જોડાયેલું છે. જેમાં પોષણ, વેક્સિન ડિસ્ટ્રિબ્યૂશન અને અન્ય મહત્ત્વના સમાજલક્ષી કાર્યક્રમોમાં સહકાર આપીએ છીએ.ઈલોનની ખાનગી સેક્ટરમાં કામગીરી ઈનોવેટિવ અને અદ્ધભૂત છે. પરંતુ જ્યારે બિઝનેસ લીડર્સ રાજકારણમાં પ્રવેશે ત્યારે તેઓએ સમજી વિચારીને પગલાં લેવાના હોય છે. તેઓ અમુક એજન્સીના મહત્ત્વ વિશે સમજવાનો પ્રયાસ પણ કરતાં નથી. હું USAID વિશે ચિંતિંત છું. એજન્સીના મહત્ત્વ વિશે સમજવાની જરૂર છે. તેમાં ઘણા લોકો પ્રોફેશનલ્સ તરીકે કામ કરી રહ્યા છે. તે કંઈ નુકસાનકારક એજન્સી નથી. જો આપણે તેને બંધ કરવા મંજૂરી આપી તો લાખો લોકોના જીવ જોખમમાં મુકાશે.