કેજરીવાલ હાલમાં CBI કસ્ટડીમાં છે, ED કેસમાં જામીન મળી ગયા
સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે
- Advertisement -
અરવિંદ કેજરીવાલને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. જોકે અહીં સૌથી મોટી વાત તો એ છે કે, તેમની ધરપકડનો મામલો ED દ્વારા સુપ્રીમ કોર્ટની મોટી બેંચને સોંપવામાં આવ્યો છે. નોંધનિય છે કે, કેજરીવાલ હાલમાં CBI કસ્ટડીમાં છે પરંતુ ED કેસમાં તેમને જામીન મળી ગયા છે. આવી સ્થિતિમાં તેઓ હાલ જેલમાં જ રહેશે.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીનો મામલો મોટી બેંચને મોકલી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેંચ કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે. આ કેસમાં ચીફ જસ્ટિસ ત્રણ જજોની નિમણૂક કરશે. કેજરીવાલને મોટી બેંચ સમક્ષ કેસની સુનાવણી સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. પરંતુ કેજરીવાલ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં. ED કેસમાં તેમને જામીન મળી ગયા છે પણ હાલમાં તેઓ CBI કસ્ટડીમાં હોઇ આ સ્થિતિમાં તે હાલ જેલમાં જ રહેશે.
કેજરીવાલના વકીલે શું કહ્યું ?
- Advertisement -
કેજરીવાલના વકીલ વિવેક જૈને કહ્યું કે, 18 જુલાઈએ દિલ્હી હાઈકોર્ટમાં CBI કેસની સુનાવણી છે. આ મામલે નિર્ણય આવ્યા બાદ જ ખબર પડશે કે કેજરીવાલ બહાર આવશે કે નહીં? જો કે કેજરીવાલ જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ પ્રબળ છે.
કોર્ટે શું કહ્યું?
કેજરીવાલને વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી 90 દિવસથી જેલમાં છે. તેઓ ચૂંટાયેલા નેતા છે અને તેઓ નક્કી કરશે કે તેઓ આ પદ પર ચાલુ રહેશે કે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે નિર્ણયમાં ચૂંટણી ફંડને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે.