અરવલ્લી જીલ્લાની ગાબટ જીલ્લા પંચાયત બેઠકની ચુંટણી સભા ગાબટ ખાતે યોજાઈ હતી. આ સભામાં ગાબટ જીલ્લા પંચાયતના ભાજપ ઉમેદવાર જીતુભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય ધવલસિંહ, જીલ્લા ભાજપના સંગઠન પ્રમુખ રાજુભાઇ પટેલ, ભરતસિંહ રહેવર, ગાબટ સરપંચ શ્યામ બાપુ, માનસિંહ સોઢા, અદેસિહ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. *. આ સભામાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાએ ગાબટ જીલ્લા પંચાયત વિસ્તારના મતદારોને ભાજપને ભરપુર લિડથી જીતાડવા અપીલ કરી હતી. તેઓની ઉપસ્થિતિમાં અરવલ્લી જીલ્લા પંચાયતના પુર્વ ઉપ પ્રમુખ કિર્તી પટેલે તેઓના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જ્યારે ઉભરાણના સરપંચ અને કોંગ્રેસી આગેવાન મહેશ પટેલ અને તેમના મોટાભાઈ અને જીલ્લાના સહકારી આગેવાન ગોપાલભાઈ મોહનભાઈ પટેલે તેઓના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.. આ સિવાય ૨૦૦ જેટલા કોંગી કાર્યકરોએ પણ ભાજપ પ્રવેશ કર્યો હતો.
જગદીશ સોલંકી અરવલ્લી .


