આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમ વિમેન સેલ, એન.એસ.એસ. અને એન.સી.સી.ના સંયુક્ત ઉપક્રમે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી શામળાજી કોલેજમાં કરવામાં આવી. જે અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારપછી કોલેજની જ અધ્યાપિકાઓએ પોતાના જીવનમાં આ જગ્યા ઉપર પહોંચવા માટે કરેલો સંઘર્ષ અને જીવનના કપરા સંજોગોમાં પણ મહિલાઓએ અડગ રહેવાનું છે એવી વાત મૂકીને છોકરીઓને પ્રોત્સાહિત કરી હતી.કોલેજની છોકરીઓએ પણ મહિલા દિવસે પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. પ્રિન્સીપાલ ડો. એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ પાર પડ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન વુમન સેલના ઇન્ચાર્જ ડૉ.વર્ષા બેન દ્વારા કરવામાં આવ્યું વુમન સેલના જ સભ્ય પનેસર બેને નારી શક્તિ વિશે કવિતા રજૂ કરવામાં આવી અને કાર્યક્રમના અંતે એન.એસ.એસ.ના પ્રો.ઓ.ડૉ.જાગૃતિ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


