અરુણાચલ પ્રદેશથી ગુમ યુવકને લઈને ઈન્ડિયન આર્મી હરકતમાં આવી છે. હાલમાં તેમણે હોટલાઈન પર ચીનનો કર્યો સંપર્ક કાર્ય હોવાનું જણાઈ રહ્યું છે.
અરુણાચલ પ્રદેશના એક યુવકના ગુમ થયા બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે.
ભારતીય સેનાના સ્થાનીય કમાન્ડરે આ મામલે હોટલાઈન પર ચીની સેનાના સંપર્ક કર્યો છે. જેથી યુવકની સુરક્ષિત ઘર વાપસી થઈ શકે. આ યુવકનું નામ મિરામ તારોન છે અને તે અરુણાચલ પ્રદેશનો રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતીય સેનાએ પીએલએ સાથે સંપર્ક કર્યો છે અને નિયત પ્રોટોકોલ હેઠળ આ યુવકને પાછો મોકલવા માટે મદદ માંગવામાં આવી છે. હાલમાં ચીન તરફથી જવાબની રાહ જોવાઈ રહી છે.
- Advertisement -
ભાજપના સાંસદનો આરોપ- ચીને કર્યુ અપહરણ :
બીજી તરફ અરુણાચલ પ્રદેશના લોકસભા સાંસદ તાપિર ગાઓએ દાવો કર્યો છે કે, ’17 વર્ષીય મિરામ તારનનું ગત તા. 18 ના રોજ ભારતીય ક્ષેત્રમાંથી બંદી બનાવી લીધો છે. આ મામલે સાંસદે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે. સાંસદ ગાઓએ આ અંગે ટ્વિટ કર્યું, ‘ મીરામના મિત્ર જોની યઈયિંગનું પણ પીએલએ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે ભાગી ગયો હતો અને તેણે ભારતીય સેનાને જાણ કરી છે. હું ભારતીય સંરક્ષણ એજન્સીઓને આ મામલામાં વહેલી તકે હસ્તક્ષેપ કરવા અપીલ કરું છું જેથી તેની મુક્તિ વહેલામાં વહેલી તકે સુનિશ્ચિત કરી શકાય.’
તેમણે આગળ જણાવ્યું કે, આ ઘટનાસ્થળેથી શિયાંગ નદી અરુણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશ કરે છે. તેમણે ટ્વીટની સાથે આ બંદી કિશોરની તસવીર શેર કરી કહ્યું, આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રમાણિકને પણ સૂચિત કર્યા છે.
કોંગ્રેસે સાધ્યું આ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન :
કોંગ્રેસે આ મુદ્દાને લઈને કેન્દ્ર સરકાર પર ફરીથી નિશાન સાધ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ચીને આ હિમ્મત કેવી રીતે કરી કે તે ભારતીય નાગરિકનું અપહરણ કરીને લઈ ગયા. સુરજેવાલાએ ટ્વીટમાં કહ્યું કે, ‘માનનીય મોદીજી, ચીની સેનાએ આ દુસ્સાહસ કેવી રીતે કર્યુ, આપણી જમીન પર ઘૂસણખોરી કરી? ચીનની આ હિમ્મત કેવી રીતે કરી કે તે ભારતીય નાગરિકોનું અપહરણ કરી લઈ ગયા? અમારી સરકાર ચુપ કેમ છે? તમે તમારા એમપીની અપીલ કેમ નથી સાંભળી રહ્યા? હવે તમે એમ ન કહેતા કે ન તો કોઈ આવ્યું ન કોઈનું અપહરણ થયું.’
- Advertisement -
રાહુલ ગાંધીએ સરકાર પર લગાવ્યા આક્રમક આક્ષેપો :
આ મુદ્દે રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર આક્રમક આક્ષેપો લગાવ્યા છે. તેમણે આ અંગે ટ્વીટ કરીને કીધું: ‘આપણા ગણતંત્ર દિવસના થોડા દિવસો દ્વારા એક ભારતીય યુવકનું ચીન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીનું મૌન જ તેમનું નિવેદન છે. અમે પીડિતના પરિવારની સાથે છીએ.’


