અમેરિકાએ કહ્યું અમે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કોઈપણ પ્રકારની ઘૂસણખોરી અથવા ઉલ્લંઘનનો દાવો કરવાના આર્મી અથવા કોઈપણ નાગરિક દ્વારા કોઈપણ એકપક્ષીય પ્રયાસની સખત નિંદા કરીએ છીએ
ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ ખૂબ જ સંવેદનશીલ અને સળગતો મુદ્દો છે. ચીન અરુણાચલ પ્રદેશ પર સતત દાવો કરી રહ્યું છે. પરંતુ હવે અમેરિકાએ અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ જાહેર કરીને આંચકો આપ્યો છે. અમેરિકાએ સ્પષ્ટપણે કહ્યું કે, તે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પ્રાદેશિક દાવા કરવાના પ્રયાસોનો સખત વિરોધ કરે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે, અમેરિકા અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માને છે. અમે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કોઈપણ પ્રકારની ઘૂસણખોરી અથવા ઉલ્લંઘનનો દાવો કરવાના આર્મી અથવા કોઈપણ નાગરિક દ્વારા કોઈપણ એકપક્ષીય પ્રયાસની સખત નિંદા કરીએ છીએ.
- Advertisement -
અમેરિકાનું આ નિવેદન ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઝાંગ શિયાઓગાંગના નિવેદન બાદ આવ્યું છે, જેમાં ચીને કહ્યું હતું કે, બેઇજિંગ કહેવાતા અરુણાચલ પ્રદેશ પર ભારતના ગેરકાયદે કબજાનો સખત વિરોધ કરે છે. ચીન અરુણાચલ પ્રદેશ માટે જંગનાન નામનો ઉપયોગ કરે છે. નોંધનીય છે કે, પીએમ મોદીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. આ મુલાકાતને લઈને ચીને ભારત સામે રાજદ્વારી વિરોધ નોંધાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલય વાંગ વેનબિને કહ્યું હતું કે, આનાથી ભારત-ચીન સરહદ વિવાદ વધુ વધશે. વેનબિને કહ્યું હતું કે, ભારતને ચીનના જંગનાનનો વિકાસ કરવાનો કોઈ અધિકાર નથી.
#WATCH | On China's reaction to the visit of PM Modi to Arunachal Pradesh, Vedant Patel, Principal Deputy Spokesperson, US Department of State says, "The United States recognizes Arunachal Pradesh as Indian territory and we strongly oppose any unilateral attempts to advance… pic.twitter.com/hoXXmMX34e
— ANI (@ANI) March 21, 2024
- Advertisement -
ચીનના આ વિરોધનો ભારતે પણ જોરદાર જવાબ આપ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો હતો, છે અને રહેશે. તમને જણાવી દઈએ કે, ચીને ભારતીય નેતાઓની અરુણાચલની મુલાકાત સામે ઘણી વખત વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે ભારતે ઘણી વખત સ્પષ્ટપણે કહ્યું છે કે, અરુણાચલ પ્રદેશ દેશનો અભિન્ન અંગ છે. ભારતનું કહેવું છે કે નવું નામ આપવાથી વાસ્તવિકતા બદલાશે નહીં.
વડાપ્રધાન મોદીએ લીધી હતી અરુણાચલની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 માર્ચે અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. અહીં તેમણે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આમાંથી એક સેલા ટનલ હતી જે 13,700 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવી હતી. આસામના તેજપુરને અરુણાચલના તવાંગથી જોડતા રસ્તા પર સેલા ટનલ બનાવવામાં આવી છે. 825 કરોડના ખર્ચે બનેલી આ ટનલ વિશ્વની સૌથી લાંબી ડબલ લેન ટનલ છે. પ્રોજેક્ટ હેઠળ બે ટનલ બનાવવામાં આવી છે. તેમાં પ્રથમ સિંગલ-ટ્યુબ ટનલ છે, જે 980 મીટર લાંબી છે. જ્યારે, બીજી ડબલ ટ્યુબ ટનલ છે, જે 1.5 કિલોમીટર લાંબી છે. ડબલ ટ્યુબ ટનલ ટ્રાફિક માટે બે લેન ધરાવે છે. સામાન્ય ટ્રાફિક માટે. જ્યારે બીજી બાજુથી કટોકટીની સ્થિતિમાં બહાર નીકળવાની સુવિધા છે. ચીનની નારાજગીનું આ પણ એક કારણ છે. કારણ કે આ ટનલના નિર્માણથી ભારતીય સેનાની ચીન સરહદ સુધી પહોંચ પહેલા કરતા વધુ સરળ બની જશે. ભારતીય સેના ઓછા સમયમાં અને કોઈપણ હવામાનમાં LAC સુધી પહોંચી જશે.
US strongly opposes China's claim over Arunachal Pradesh
Read @ANI Story | https://t.co/P7c5dcU4KS#US #India #China #ArunachalPradesh pic.twitter.com/QbxONpLVcI
— ANI Digital (@ani_digital) March 21, 2024
જાણો શું છે ચીનની સમસ્યા ?
અરુણાચલ પ્રદેશને લઈને ચીન સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલય અનુસાર ચીન અરુણાચલ પ્રદેશના લગભગ 90 હજાર વર્ગ કિલોમીટર પર દાવો કરે છે. મેકમોહન રેખાને ચીન અને ભારત વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ માનવામાં આવે છે.
શું છે આ મેકમોહન લાઇન?
1914માં શિમલામાં એક કરાર થયો હતો. તેમાં ત્રણ પક્ષો હતા – બ્રિટન, ચીન અને તિબેટ. આ દરમિયાન સરહદને લઈને મહત્વની સમજૂતી થઈ હતી. જે સમયે આ કરાર પર હસ્તાક્ષર થયા તે સમયે તિબેટ એક સ્વતંત્ર દેશ હતો. તે સમયે બ્રિટિશ ભારતના વિદેશ સચિવ હેનરી મેકમોહન હતા. તેમણે બ્રિટિશ ભારત અને તિબેટ વચ્ચે 890 કિલોમીટર લાંબી સરહદ દોરેલી. આ મેકમોહન લાઇન તરીકે જાણીતી થઈ. જેમાં અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ ગણાવ્યો હતો. આઝાદી પછી ભારતે મેકમોહન લાઇનને પોતાની સરહદ માન્યું. પરંતુ 1950માં ચીને તિબેટ પર કબજો જમાવ્યો હતો. ચીને દાવો કર્યો હતો કે, અરુણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ છે અને તિબેટ પર તેનું નિયંત્રણ હોવાથી અરુણાચલ પણ તેનું જ છે.