શાસ્ત્રી મેદાન ખાતે ચાલતા હાટ મેળાનો કાલે અંતિમ દિવસ
વડાપ્રધાનની પ્રેરણાથી એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ આધારિત “હસ્તકલા હાટ” પ્રદર્શન નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ ડેવલપમેન્ટ કોર્પોરેશન તથા ટ્રાફેડના સંકલનથી યોજાનાર છે, જેનું નિદર્શન અને વેચાણ તા 26-03-2023 થી શરુ થઈ ગયું છે. જેમાં પ્રથમ દિવસે ઉત્તર પૂર્વના 48 કારીગરોએ રૂ. 6,67,517/- નું વેચાણ, ગુજરાતના 45 કારીગરોએ રૂ. 8,42,830/- નું વેચાણ અને લાઈવ ડેમોના 10 કારીગરોએ રૂ. 1,91,500નું પ્રથમ દિવસનું વેચાણ કર્યું છે. આમ જોતા કૂલ 103 કારીગરોએ પ્રથમ દિવસે રૂ. 17,01,847/- નું વેચાણ કર્યું છે. આ હસ્તકલા હાટ આવતીકાલ તા. 28 માર્ચ સુધી સવારે 11.00 થી રાત્રે 9.00 વાગ્યા સુધી ચાલુ રહેશે. જેમાં આસામ, અરુણાચલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા મળીને કુલ 8 રાજયોના કારીગરો શીતલ પટ્ટી, કેન એન્ડ બામ્બુ, મોતીકામ, બ્લેક સ્મિથ, ડ્રાય ફ્લાવર બાસ્કેટ ટ્રે, જ્યુટ-વુડન વર્ક, જ્વેલરી, ડોલ એન્ડ ટોઝ તેમજ ટેક્ષટાઇલ હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફ્ટની વિવિધ કલા-કારીગરીના નમુનાઓ રજુ કર્યા છે.