પોતાની બુદ્ધિ પોતાના આયોજનથી કામ કરતા, પ્રતિભાવો આપતા
મશીનોનો વિચાર સૌ પ્રથમ હજજારો વર્ષ પૂર્વે પ્લેટોના સમયમાં ઉદભવ્યો હતો
1927માં જન્મેલા જોહન મેકાકાર્થી AIના પિતામહ તો ખરા જ પણ તેઓની સાથે બીજા ઘણા જીનિયસ આ સંશોધનોમાં હતા
- Advertisement -
જેમાં એ.એમ. ટ્યુરિંગ એવોર્ડ (1971), ક્યોટો પ્રાઇઝ (1988), નેશનલ મેડલ જભશયક્ષભય ફ સાયન્સ (1990), અને બેન્જામિન ફ્રેન્કલિન મેડલ (2003)નો સમાવેશ થાય છે. 24મી ઓકટોબર 2011ના રોજ 84 વર્ષની ઉંમરે અમેરિકાના સ્ટેનફોર્ડ કેલિફોર્નિયા ખાતે તેમનું અવસાન થયું હતું. સામાન્ય લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના વિજ્ઞાનને આજકાલ ની શોધ સમજે છે પરંતુ ખરેખર તો આ વિજ્ઞાનને અસ્તિત્વમાં આવ્યા ને દાયકાઓ વીતી ગયા છે. જોહન મેકકાર્થીને અઈં ના પિતામહ ગણવામાં આવે છે, પરંતુ તે પહેલાં ઇંગ્લેન્ડના ગણિતશાસ્ત્રી એલન ટર્નરે અઈં નો પ્રાથમિક કોન્સેપ્ટ રજૂ કરી દીધો હતો. જોકે 1900ની શરૂઆતમાં તે સમયે કોમ્પ્યુટર જેવા મશીનનો સાથ ન હોવાથી તેઓ પોતાની વાત અસરકારક રીતે પુરવાર નહોતા કરી શક્યા. તેનાથી પણ હજજારો વર્ષ પાછળ જઈએ તો છેક પ્લેટના સમયમાં આ કલ્પના રજૂ કરવામાં આવી હતી. નક્કર કાર્યવાહીની દૃષ્ટિએ જોઈએ તો પણ AI ક્ષેત્ર દાયકાઓથી સતત પ્રવૃત્ત છે. સંશોધનકારો માને છે કે 45 વર્ષમાં તમામ કાર્યોમાં તેનો હસ્તક્ષેપ આવી જશે અને 120 વર્ષમાં માનવીને મળતી રોજગારીની તમામ જગ્યાઓ તે પચાવી પાડશે. જોકે આ બાબતે અત્યંત સ્પષ્ટ આગાહીઓ કરવાનું ઘણું અઘરું છે પણ, એ તો એક નક્કર હકીકત છે જે આટલા વર્ષોની યાત્રા પછી AI એક કોન્સેપ્ટથી આગળ વધીને જીવનની નક્કર વાસ્તવિકતાનું રૂપ ધારણ કરી લીધું છે. વિજ્ઞાન ટેકનોલોજી એ ખાસિયત છે કે તે જેમ જેમ આગળ વધતા જાય, તેમાં જેમ જેમ નવી શોધખોળો અને સંશોધન થઇ સવલતોમાં બદલાતા જાય તેમ તેમ આપણે તેનાથી ટેવાતા જઈએ છીએ, તેને જીવનનો સ્વાભાવિક ક્રમ સમજતા આ મશીનો સાધનો ઉપકરણો માટેનું કૌતુક, તેના ખોજકર્તાઓ પ્રત્યેનો આદર અહોભાવ વિસરતા જઈએ છીએ. તો પણ એટલું તો જરૂર સમજીએ કે જો અઈં ના હોત તો ઈવફિૠંઙઝ પણ ના હોત, આપણી વેબ અને આપણા સ્માર્ટફોનમાં કોઈ અઈં એજન્ટ પણ ના હોત અને અલબત્ત ઝયક્ષભય.ફશ પણ ના હોત
આ અઈં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દ પ્રયોગ ક્યાંથી આવ્યો?
આ ક્ષેત્રના કેટલાક વિચક્ષણ ખોજાકર્તાઓમાં અમેરિકાના ગણિતશાસ્ત્રી અને કોમ્પ્યુટર વૈજ્ઞાનિક જોહન મેકકાર્થી સહુથી અગ્રેસર હતા. અઈં ક્ષેત્રમાં તેમના વિશિષ્ટ પ્રદાનના કારણે તેમને અઈં ના પિતામહ માનવામાં આવે છે. 1950ના દાયકાના મધ્યમાં તેઓએ આ શબ્દ પ્રયોગને જન્મ આપતા કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિશાળી, જાતે જ વિચારી શકતા મશીનો બનાવવાનું વિજ્ઞાન અને ઇજનેરી કૌશલ્ય મેકકાર્થી કશતા નામની સ્ટાન્ડર્ડ પ્રોગ્રામિંગ લેન્ગવેજના પણ સર્જક છે. તેનો ઉપયોગ રોબોટિક્સ, વિવિધ સાયાંટિફિક એપ્લિકેશનમાં થાય છે. તેઓએ ક્રેડિટ કાર્ડ છેતરપિંડી અને એરલાઇન્સ શેડ્યુલિંગ જેવી ઈન્ટરનેટ આધારિત સેવાઓ પણ વિકસાવી હતી. કશતા એ મૂળ તો હેકરોમાં એક વિશેષ સ્થાન મેળવ્યું હતું, જેમણે 1950 ના દાયકાના અંતમાં ચેસ રમવા માટે પ્રારંભિક આઇબીએમ મશીનોને કોક્સ કરવાના તેમના પ્રયત્નોમાં તેનો ઉપયોગ કર્યો હતો. આ સમજાવી શકે છે કે પ્રોગ્રામિંગ સમુદાયમા કશતા પરના પ્રભુત્વને શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સિસ્ટમનો વિકાસ મેકકાર્થીના અન્ય નોંધપાત્ર યોગદાન માટે નિર્ણાયક હતો. એવા સમયમાં જ્યારે પર્સનલ કમ્પ્યુટર્સને વૈજ્ઞાઈક પરીકથાઓ ગણવામાં આવતા હતા ત્યારે મેકકાર્થીએ તે સુપર સેન્ટ્રલ કમ્પ્યુટરની કલ્પના કરી હતી, જે બહુવિધ જોડાણોને એક સાથે સમાવી શકે છે. આ ખ્યાલ ઇન્ટરનેટની રચનામાં મૂળભૂત બિલ્ડિંગ બ્લોક હતો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં મેકકાર્થીએ અઈં લેબોરેટરીની સ્થાપના કરી, જ્યાં તેમણે સેલ્ફ-ડ્રાઇવિંગ કારના પ્રારંભિક સંસ્કરણો પર કામ કર્યું. તેમણે રોબોટ કોનશિયાનેસ અને સ્વતંત્ર ઇચ્છા પર સંશોધનો કર્યા. તેઓએ પ્રોગ્રામ્સને વધુ અસરકારક રીતે માનવીય સમજણના નિર્ણયને સમજવાની તેમજ તેની નકલ કરવાની પદ્ધતિઓ પર કામ કર્યું. મેકકાર્થીની બીજી મોટી ખોજ એ કોમ્પ્યુટર ટાઇમ શેરીંગ સિસ્ટમ કે નેટવર્કિંગ ની હતી. જેણે ઘણા લોકોને સેન્ટ્રલ કમ્પ્યુટર સાથે લિંક કરીને ડેટા શેર કરવાની સવલત આપી હતી. 1960માં જ્યારે તેમણે એમ કહ્યું કે, “કોમ્પ્યુટીંગ એક દિવસ કદાચ સાર્વજનિક ઉપયોગિતાની વ્યવસ્થા બની રહેશે” ત્યારે ક્લાઉડ કોમ્પ્યુટીંગના કોન્સેપ્ટનો પાયો નખાઈ ગયો હતો. ચેસથી લઈને 1966ના ટ્યુરિંગ ટેસ્ટ સુધી અઈં નો પ્રણેતા, જ્હોન મેકકકાર્થી વૈશ્વિક સમુદાયોનું ધ્યાન ખેંચતા રહ્યા. તે જ સમયે રશિયામાં સ્પર્ધકો સામે ચાર સહવર્તી કમ્પ્યુટર ચેસ મેચની શ્રેણીની ગોઠવણ કરી તેઓ વિશ્વમાં છવાઈ ગયા. ધ્યાન. આ મેચ ઘણા મહિનાઓ સુધી ચાલી હતી અને તેમાં મેક્કારથી બે મેચ હારી ગયા હતા અને બે મેચ ડ્રોમાં પરિણમી હતી. આવા જોહન મેકકાર્થીએ ઓકટોબર’ 24 2011ના દિવસે આ જગતમાંથી વિદાય લીધી હતી પણ અઈં ક્ષેત્રમાં તેમણે ઊભી કરેલી વિરાસત આજે આ જગતની શકલ બદલી રહી છે. વાસ્તવમાં તેમના અથાક પ્રયત્નો પછી પણ તે સમયની પ્રારંભિક પ્રકારની સિસ્ટમના કારણે મેકકાર્થી પોતનો ધ્યેય હાંસલ ના કરી શક્યા. તેમનો એ ધ્યેય હતો કે કોમ્પ્યુટર ટુરિંગ કસોટીમાં સફળ નીવડે આ ટુરીંગ કસોટ એટલે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા કોમ્પ્યુટર સ્ક્રીન મારફત કાઇ પણ પ્રશ્ન પૂછવામાં આવે. તે પછી તેનો જવાબ મળતા માણસ જો એ પામી ના શકે કે આ જવાબ કોમ્પ્યુટર દ્વારા આપવામાં આવ્યો હતો કે સાચા માણસ દ્વારા, તો તે કોમ્પ્યુટરને ઇન્ટેલિજન્ટ ગણવું. જોકે હજુ સુધી કોઈ સિસ્ટમ આ ટેસ્ટ પાસ કરી શકી નથી. તેમની સંશોધન કારકિર્દીના 1978માં અંતના અરસામાં મેકકાર્થીએ અઈં અંગેના પોતાના વિશુદ્ધ વિચારો છોડી દેવા પડ્યા હતા. તેઓને એ સમજાઈ ગયું હતું કે અઈં ના ક્ષેત્રમાં સફળ થવા માટે તેમને અકલ્પ્ય બુદ્ધિધન અને અબજો અબજો ડોલરના ભંડોળની જરૂર હતી, જે તે સમયે સંભવ નહોતું. જોહન મેકકાર્થી વૈજ્ઞાનિકોના એ ગૃપમાંથી આવતા હતા જેમાં બધા જ ને તો નહી પણ લગભગ મોટા ભાગનાને એક યા બીજી રીતે અઈં’ના પિતામહ ગણવા પડે. તે માંહેના ઘણા ખરા એ 1956ની વ્યાપક પ્રસિદ્ધિ પામેલી ડેર્ટામાઉઠથ કોન્ફરન્સમાં પણ ભાગ લીધો હતો. અઈં ક્ષેત્રના આવા જ કેટલાક દિગ્ગજોનો પણ થોડો પરિચય મેળવી લઈએ.
એલન ટ્યુરિંગ
ડેર્ટમાઉથ કોન્ફરન્સ પહેલાં ટ્યુરિંગ એક અંગ્રેજી ગણિતશાસ્ત્રી કમ્પ્યુટર વૈજ્ઞાનિક ક્રિપ્ટેનાલિસ્ટ, તર્કશાસ્ત્રી અને જીવ વિજ્ઞાની હતા. થીઓરેતિકલ કોમ્પ્યુટર સાયન્સના વિકાસમાં તેમના કાર્યોનો ગહન પ્રભાવ હતો. તેમના ટ્યુરિંગ મશીન એલ્ગોરિધમ અને કોમ્પ્યુટિંગની વિભાવનાઓ પ્રદાન કરે છે જે છેવટે જનરલ પર્પઝ કમ્પ્યુટર્સના આવિષ્કાર તરફ દોરી ગયા હતા. એલન ટ્યુરિંગને અઈં’ના ફાઇન્ડર તરીકે પણ જોવામાં આવે છે. જો કે, તેમની સિદ્ધિઓને તેમના સમય દરમિયાન ઓફિષ્યલ સિક્રેટ એકટ હેઠળ તેમની તમામ સંશોધન પ્રવૃત્તિઓ અત્યંત ખાનગી ઠેરવવામાં આવી હતી. અને વળી તે જમાનામાં હોમોફિબિયા પણ ઘણો હતો. આવા ભેદભાવ અને તેમના વિરૂદ્ધ કેટલીક કાર્યવાહીના કારણે 1954માં આત્મહત્યા કરી લીધી હતી. “ટ્યુરિંગ એવોર્ડ” એ કમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં આપવામાં આવતો સર્વોચ્ચ વિશ્વ સ્તરીય સન્માન છે જે તેમની સ્મૃતિમાં આપવામાં આવે છે.
માર્વિન મિંસ્કી
સુપ્રસિદ્ધ ડાર્ટમાઉથ કોન્ફરન્સના તેઓ પણ એક સભ્ય હતા. મિંસ્કી એક કોમ્પ્યુટર સાયાંતિસ્ટ હતા. તેઓએ જ્હોન મેકકાર્થીની સાથે રહીને 1959માં ખઈંઝ ’ની અઈં લેબોરેટરીની સ્થાપના કરી હતી. તેમણે કૃત્રિમ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર મૂલ્યવાન સંશોધન કર્યા હતા. તેમને 1969 માં ટ્યુરિંગ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
માનવજાતની સૌથી વિચક્ષણ ખીજનો આધાર ગણિત અને વિદ્યુત સેમિક્ધડક્ટરના સિદ્ધાંત છે
આવનારા સમયમાં AI માનવી માટે કરવા જેવું એક પણ કામ રહેવા નહી દે
- Advertisement -
એલન નેવેલ
તેઓ પણ ડાર્ટમાઉથમાં સક્રિય હતા. અઈં ક્ષેત્રે નેવેલના યોગદાનની વાત કરીએ તો તેમાં 1956 દરમિયાન ઇન્ફર્મેશન પ્રોસેસિંગ લેંગ્વેજ અને અઈં ના અત્યંત શરૂઆતી કાળના પ્રોગ્રામ ધ લોજીક થિયરી મશીન અને ધ જનરલ પ્રોબ્લેમ સોલ્વરનો સમાવેશ થાય છે. પોતાના સહાધ્યાયી હર્બર્ટ એસ સિમોન સાથે રહીને બન્નેએ 1975મ ટુરિગ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
કલાઉડ શેનોન
તેઓને ઇન્ફર્મેશન થિયરીના પિતામહ ગણવામાં આવે છે અને તેઓએ ડેર્ટામાઉથ કોન્ફરન્સના આયોજનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. તેમના રિસર્ચ પેપર “મેથેમેટિક્સ થિયરી ઓફ કોમ્યુનિકેશન” અને તેના અનુસંધાનમાં થયેલા ન્યુરાલ લેન્ગવેજ પ્રોસેસિંગ અને કોમ્પ્યુટેશનલ લિંગવિસ્તિકનો પાયો બની રહ્યા છે
નેથાનીએલ રોચેસ્ટર
પ્રથમ એસેમ્બલર લખવા માટે ખ્યાતિપ્રાપ્ત છે કે જેના દ્વારા સંખ્યામાં પ્રોગ્રામ રાઇટિંગની જગ્યાએ સંક્ષિપ્ત કોમેન્ટમાં લખવાની સવલત મળી. તેઓ આઇબીએમના પ્રથમ કોમર્શિયલ કમ્પ્યુટર, આઇબીએમ 701ની રચના માટે પણ જાણીતા છે. રોચેસ્ટર ડાર્ટમાઉથ કોન્ફરન્સના આયોજકો માહેના એક હતા અને પેટર્ન રિકગનીશન તેમજ ઇન્ટેલિજન્ટ મશીનોના તેમના અભ્યાસ માટે જાણીતા હતા.
જ્યોફ્રી હિન્ટોન
યોશુઆ બેંગિઓ અને યાન લેકનની સાથે જ હિન્ટોનને અઈં’ના એક ગોડફાધર તરીકે ઓળખવામાં આવે છે. જોકે આ ક્ષેત્રમાં તેમનું યોગદાન છતાં, તેમનું યોગદાન જ્હોન મેકકાર્થી કરતા ઘણું તાજેતરનું છે પરંતુ તે નોંધપાત્ર છે. આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક પરના તેમના કાર્યએ તેમને અને તેમના સાથીઓને ઉયયા હયફક્ષિશક્ષલ ના પિતાનું બિરુદ અપાવ્યું છે.
આધુનિક અઈંમાં જ્હોન મેક્કાર્થીનો વારસો વારસો
મોડર્ન અઈં નો મૂળ પાયો જ મેક્કાર્થીના વિચારોમાં છે. મેકકાર્થીના પાયાના વિચારો વીના આજના ઓપન અઈં ૠઙઝ4 જેવા ટૂલનું હોવું સંભવ ન બન્યું હોત. સિંબોલિક રીઝનિંગ, મશીન લર્નિંગ અને ઓટોનોમસ સિસ્ટમ પરના મેક્કારથીના પાયાના કામથી જ આજના મોડર્ન એજન્ટિક અઈં નો પાયો નખાયો છે. આજની આ મોડર્ન સિસ્ટમો જે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે, જટિલ નિર્ણયો લઈ શકે છે અને સતત માનવ હસ્તક્ષેપ વિના બદલાતા સંજોગોમાં અનુકૂલન કરી શકે છે તે વાસ્તવમાં તો મેક્કાર્થીનાં મૂર્તિમંત થયેલા વિચારો જ તો છે. મેકકાર્થીના શુરૂઆતી સૈદ્ધાંતિક સંશોધનોથી લઈને વર્તમાન સમયની એપ્લિકેશન સુધીની જે ઉત્ક્રાંતિ થઈ છે તે, કોન્ટેક્ટ સેન્ટર ઓપરેશનમાં સ્પષ્ટ દેખાય છે જ્યાં કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વીના અઈં પાવર કોમ્પ્યુટર ગ્રાહકો સાથે ઘનિષ્ઠ જટિલ સંવાદ કરે છે. આ મશીનો થકી મેક્કર્થીનું એ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે જેમાં એક મશીન પોતાની જાતે જ માણસની જેમ જ હૂબહૂ વિચારી શકે તર્ક કરી શકે આયોજનો કરી શકે છે, કુદરતી માનવીય ભાષામાં વ્યહવાર કરી શકે છે. અને શીખી પણ શકે. બીજું ઉદાહરણ એ કે સોફિસ્તિકેટેડ અને કોર્ડીનેશન સિસ્ટમ જે રીતે કામ કરી રહી છે તે દર્શાવે છે.
મેકકાર્થીએ જોયેલા વિશેષ અઈં સ્વપનો
મશીન કોનશ્યાસનેસ અને સ્વતંત્ર ઇચ્છાની વિભાવના કે જે બાબતે મેકકકાર્થીએ તેના પછીના સંશોધનમાં ઊંડા ઊતર્યા હતા તેને આધુનિક એજન્ટિક એઆઈ સિસ્ટમોમાં વ્યવહારિક અભિવ્યક્તિ મળી છે જે નોંધપાત્ર સ્વાયત્તતા અને નિર્ણય લેવાની ક્ષમતા દર્શાવે છે. જ્યારે પરંપરાગત એઆઈ સિસ્ટમોને વિશિષ્ટ કાર્યો માટે સ્પષ્ટ પ્રોગ્રામિંગની જરૂર હોય છે, ત્યારે એજન્ટિક એઆઈ કકાર્થીની મશીનોની દ્રષ્ટિને મૂર્તિમંત બનાવે છે જે તર્ક, યોજના બનાવી શકે છે અને સ્વાયત્ત રીતે અનુકૂળ થઈ શકે છે. પરંપરાગતથી એજન્ટિક એઆઈ સિસ્ટમ્સ સુધીનો આ ઉત્ક્રાંતિ એ એક દાખલાની પાળીનું પ્રતિનિધિત્વ કરે છે જે આપણને મે કકાર્થીની સાચી બુદ્ધિશાળી મશીનોની મૂળ વિભાવનાની નજીક લાવે છે. સંપૂર્ણ સ્વાયત્ત ગ્રાહક સેવા પ્રણાલીઓ મેકકાર્થીના પાયાના કાર્ય પરના દાયકાઓના સંશોધન નિર્માણની પરાકાષ્ઠાને રજૂ કરે છે, ઉકેલો પહોંચાડે છે જે ઉચ્ચ સ્તરની ચોકસાઈ અને ગ્રાહક સંતોષને જાળવી રાખતી વખતે માનવ હસ્તક્ષેપ વિના સંપૂર્ણ ગ્રાહકની ક્રિયાપ્રતિક્રિયાને નિયંત્રિત કરી શકે છે. મેકકાર્થીના સૈદ્ધાંતિક કાર્યની વ્યવહારિક કાર્યક્રમો વિવિધ ઉદ્યોગોમાં અસંખ્ય વાસ્તવિક-વિશ્વના એઆઈ એજન્ટ અમલીકરણોમાં જોઇ શકાય છે.