મગફળીનું સતત બે વર્ષ મબલખ પાક અને તેના પગલે સિંંગતેલનું પર્યાપ્ત ઉત્પાદન, માંગ સ્થિર, આગામી સીઝનમાં 17 લાખ હેક્ટરથી વધુ વાવણી સાથે મગફળી પાકનું ઉજળુ ચિત્ર છતાં તાજેતરમાં કૃત્રિમ રીતે મિલરોએ સિંગતેલના ભાવ રૂ. 2925ની ઐતહાસિક ઉંચાઈએ લઈ ગયા બાદ આજે રૂ. 20 સાથે બે દિવસમાં રૂ. 40નો ઘટાડો થયો છે. ભાવમાં સતત ઉથલ પાથલથી તેલના વેપારીઓની પણ મૂશ્કેલી વધી છે, રોજરોજ અસહ્ય રીતે અને બેફામ પણે ભાવ ફેરફારના સિલસિલાથી ગ્રાહકોને માલ વેચવામાં પણ મૂશ્કેલી પડી રહી છે.
તેલમિલરોએ ફરી એક વાર વડાપ્રધાનને પત્ર લખીને જી.એસ.ટી.રિફંડ મળતુ બંધ કરાતા તે સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરાઈ છે ત્યારે ૠજઝ સહિતનો સઘળો કરબોજ આખરે ગ્રાહકોની પીઠ પર ઝીંકાઈ રહ્યાનું ચિત્ર પણ ઉપસ્યું છે.