એક સમયે ભારતીય બોલરોએ રિઝવાન અને નવાઝને આઉટ કરીને મેચમાં જોરદાર વાપસી કરી હતી પણ અર્શદીપ સિંહનો એક કેચ છોડતા જ ટીમ ફરી હાર તરફ આગળ વધી હતી અને એ કારણે તેને હાલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે
એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડની મેચમાં ગઇકાલે ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને હતી. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા.ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા પાકિસ્તાન સામે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે ગઇકાલે પાકિસ્તાને ભારતને રસાકસીવાળા મેચમાં 5 વિકેટથી હરાવ્યું હતું.
- Advertisement -
https://twitter.com/Petta_RKCR7/status/1566603484194975745?r
અર્શદીપ સિંહે છોડ્યો કેચ
પાકિસ્તાનની ટીમે ઓપનર મોહમ્મદ રિઝવાન ને 71 રન અને ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ 42રન બનાવીને ભારતીય ટીમ માટે હારનું કારણ બન્યા હતા. જો કે એક સમયે ભારતીય બોલરોએ રિઝવાન અને નવાઝને આઉટ કરીને મેચમાં જોરદાર વાપસી કરી હતી પણ અર્શદીપ સિંહનો એક કેચ છોડતા જ ટીમ ફરી હાર તરફ આગળ વધી હતી.
Anyone can make mistakes under pressure’: Virat Kohli backs Arshdeep Singh after loss to Pakistan #IStandWithArshdeepSingh pic.twitter.com/Moj90kzNua
- Advertisement -
— Gagandeep Singh (@Gagan4344) September 5, 2022
વિરાટ કોહલીએ આપ્યો સાથ
17મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ મોહમ્મદ રિઝવાનને આઉટ કરીને ભારતીય ટીમની જીતની આશા જગાવી હતી. એ સમયે પાકિસ્તાનને જીતવા માટે 19 બોલમાં 36 રનની જરૂર હતી. લેગ સ્પિનરરવિ બિશ્નોઈ ભારત તરફથી 18મી ઓવર નાખવામાં આવી હતી. બિશ્નોઈની આ ઓવરના ત્રીજા બોલ પર આસિફે એરિયલ શોટ રમ્યો હતો અને એ સમયે ખૂબ જ સહેલો કેચ અર્શદીપ દ્વારા છૂટી ગયો હતો. આ જોઈને રોહિત શર્મા એ સમયે ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. જો કે વિરાટ કોહલી એ મેચ પૂરો થયા પછી મીડિયા સામે અર્શદીપનો સાથ આપ્યો હતો.
અર્શદીપને લોકો કરી રહ્યા છે ટ્રોલ
પરંતુ ભારતની હાર પછી લોકોએ અર્શદીપ સિંહને નિશાને લીધા હતા. અર્શદીપે એ કેચ છોડ્યો હતો જેના કારણે તેને હાલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આવા સમયે પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હાફીઝ અર્શદીપના સમર્થનમાં સામે આવ્યો છે. સાથે જ તેને અર્શદીપને ટ્રોલ ન કરવા લોકોને વિનંતી કરી છે. આ અંગે હરભજન સિંહે પણ પ્રતિક્રિયા આપી છે.
My request to all Indian team fans. In sports we make mistakes as we r human. Please don’t humiliate anyone on these mistakes. @arshdeepsinghh
— Mohammad Hafeez (@MHafeez22) September 4, 2022
હાફીઝ અને હરભજન સિંહે કર્યું ટ્વિટ
હાફિઝે અર્શદીપ વિશે ટ્વિટ કરતાં લખ્યું હતું કે, “હું ભારતીય ટીમના પ્રશંસકોને વિનંતી કરું છું કે દરેક વ્યક્તિ રમતમાં ભૂલો કરે છે. આપણે બધા માણસો છીએ. કૃપા કરીને આવી ભૂલો માટે કોઈને અપમાનિત ન કરો.” આ સાથે જ હરભજન સિંહે પણ ટ્વિટ કરીને સાથ આપતા કહ્યું હતું કે, “અર્શદીપ સિંહની નિંદા કરવાનું બંધ કરો. કોઈ જાણીજોઈને કેચ નથી છોડતું. અમને ભારતના ખેલાડીઓ પર ગર્વ છે. પાકિસ્તાન સામે સારું રમ્યું. અર્શ અને ટીમને લઈને ખરાબ વાતો કરવી શરમજનક છે. આર્ષ ગોલ્ડ છે.”